West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ ચુંટણી વચ્ચે પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનર્જી ભડક્યા, કહ્યું આચાર સંહિતાનો ભંગ

પીએમ મોદીની બે દિવસીય બાંગ્લાદેશ યાત્રાનો શનિવારનો બીજો દિવસ છે. પીએમ મોદીએ ત્યાં ઓરાકાંડીમાં માતુઆ સમુદાયના સભ્યોને મળ્યા હતા. પીએમ મોદીની બાંગ્લાદેશ યાત્રા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સહન થઈ ન હતી. તેમણે આને ચુંટણી આચાર સંહિતાનો ભંગ ગણાવ્યો હતો.

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ ચુંટણી વચ્ચે પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનર્જી ભડક્યા, કહ્યું આચાર સંહિતાનો ભંગ
પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનર્જી ભડક્યા
Follow Us:
| Updated on: Mar 27, 2021 | 5:20 PM

West Bengal Election 2021 :  PM Modi ની બે દિવસીય બાંગ્લાદેશ યાત્રાનો શનિવારે બીજો દિવસ છે. પીએમ મોદીએ ત્યાં ઓરાકાંડીમાં માતુઆ સમુદાયના સભ્યોને મળ્યા હતા. આ દરમ્યાન તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ અને વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રિંગલા પણ હાજર રહ્યા હતા.

માનવામાં આવે છે કે પશ્ચિમ બંગાળમાં માતુઆ સમુદાયની અસર વાળી લગભગ 30 થી 40 વિધાનસભા બેઠકો પર છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણીના મતદાનની વચ્ચે PM Modi ની બાંગ્લાદેશ યાત્રા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સહન થઈ ન હતી. તેમણે આને ચુંટણી આચાર સંહિતાનો ભંગ ગણાવ્યો હતો.

આ સંપૂર્ણ આચારસંહિતાનું ઉલ્લંઘન

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ખડગપુરમાં કહ્યું- “અહીં ચૂંટણીઓ ચાલી રહી છે અને પીએમ મોદી બાંગ્લાદેશ ગયા છે અને બંગાળ પર પ્રવચનો આપી રહ્યા છે. આ સંપૂર્ણ આચારસંહિતાનું ઉલ્લંઘન છે.” મમતાએ વધુમાં કહ્યું- કેટલીક વખત તેઓ કહે છે કે મમતા લોકોને બાંગ્લાદેશથી લાવ્યો છે અને ઘુસણખોરી કરી છે. પરંતુ તે પોતે મતના માર્કેટિંગ માટે બાંગ્લાદેશ ગયા છે.

ઓરાકાંડીમાં પીએમ મોદીએ શું કહ્યું?

PM Modi એ કહ્યું કે, “હું ઘણાં વર્ષોથી ઓરાકંડી આવવાની રાહ જોતો હતો અને જ્યારે હું 2015 માં બાંગ્લાદેશ આવ્યો ત્યારે મેં ઓરાકંડી જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આજે હું પણ એવું જ અનુભવું છું જે ભારતમાં રહેતા માતુઆ સમુદાયના હજારો અને લાખો ભાઈ બહેનો ઓરાકંડી આવીને અનુભવે છે.

પીએમ મોદીએ ભારત-બાંગ્લાદેશ સંબંધો પર શું કહ્યું?

પીએમ મોદીએ બંને દેશોના સંબંધો અંગે કહ્યું હતું કે, “ભારત અને બાંગ્લાદેશ બંને તેમની પ્રગતિ સાથે, સમગ્ર વિશ્વની પ્રગતિ જોવા માંગે છે. બંને દેશો અસ્થિરતા, આતંક અને અશાંતિને બદલે સ્થિરતા, પ્રેમ અને શાંતિ ઇચ્છે છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “શ્રી શ્રી હોરીચાંદ દેવજીના ઉપદેશો લોકો સુધી પહોંચાડવા, દલિત-પીડિત સમાજને એક કરવા માટે ખૂબ મોટી ભૂમિકા તેમના અનુગામી શ્રી શ્રી ગુરૂચંદ ઠાકુર જી પણ છે. શ્રી શ્રી ગુરૂચંદજીએ અમને ‘ભક્તિ, ક્રિયા અને જ્ઞાનનું સૂત્ર આપ્યું.

ગુલામીના તે સમયમાં પણ શ્રી શ્રી હોરીચંદ ઠાકુરે સમાજને કહ્યું કે આપણી ખરી પ્રગતિનો માર્ગ શું છે. ભલે તે આજે ભારત હોય કે બાંગ્લાદેશ, સામાજિકના સમાન મંત્રો સાથે એકતા, સંવાદિતા વિકાસના નવા પરિમાણોને સ્પર્શી રહ્યા છે.

Latest News Updates

ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
g clip-path="url(#clip0_868_265)">