MAHARASHTRA : શિવસેનાએ બીજા પ્રવક્તાની નિમણૂંક કરી સંજય રાઉતની પાંખો કાપી, જાણો કોને બનાવ્યા પ્રવક્તા

|

Apr 01, 2021 | 6:40 PM

MAHARASHTRA : શિવસેનાએ પાર્ટીના મુખપત્ર 'સામના' માં તેના પ્રવક્તાઓની નવી સૂચિ પ્રકાશિત કરી છે.

MAHARASHTRA : શિવસેનાએ બીજા પ્રવક્તાની નિમણૂંક કરી સંજય રાઉતની પાંખો કાપી, જાણો કોને બનાવ્યા પ્રવક્તા
Sanjay Raut ( file photo )

Follow us on

MAHARASHTRA : મહારાષ્ટ્રના રાજકારણમાં એક બાદ એક નવા વળાંક આવી રહ્યા છે.એક બાજુ MAHARASHTRAમાં ત્રિશંકુ મહાવિકાસ અઘાડી સરકારમાં અંદરો અંદરની ખટપટ અને બીજી કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે સરકાર સંકટ મંડરાઈ રહ્યું છે. એવામાં શિવસેનાએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે.

સંજય રાઉતની કપાઈ પાંખો
હંમેશા ચર્ચામાં રહેતા શિવસેનાના નેતા, પ્રવક્તા, શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદક તેમજ રાજ્યસભા સાંસદ સંજય રાઉત (Sanjay Raut)ની શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પાંખો કાપી છે. અત્યાર સુધી શિવસેનામાં માત્ર એક જ પ્રવક્તા હતા, સંજય રાઉત. હવે શિવસેનાએ સંજય રાઉતનું કદ ઘટાડવા માટે બીજા એક નેતાને શિવસેનાના મુખ્ય પ્રવક્તા બનાવ્યા છે. સંજય રાઉત સાથે અન્ય નેતાને પણ મુખ્ય પ્રવક્તા બનાવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.

શિવસેનાના નવા પ્રવક્તા અરવિંદ સાવંત

અરવિંદ સાવંતને બનાવાયા મુખ્ય પ્રવક્તા
શિવસેનાએ બુધવારે પાર્ટીના મુખપત્ર ‘સામના’ માં તેના પ્રવક્તાઓની નવી સૂચિ પ્રકાશિત કરી છે. શિવસેનાએ તેના લોકસભાના સાંસદ અરવિંદ સાવંત (arvind sawant)ને પાર્ટીના મુખ્ય પ્રવક્તા તરીકે નિમ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે સાવંત પહેલા પણ પાર્ટીના પ્રવક્તા રહી ચૂક્યા છે. 2019 પહેલા ભાજપ અને શિવસેના ગઠબંધનમાં હતા ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં અરવિંદ સાવંત શિવસેનાના એક જ મંત્રી હતા. એક સમયે પાર્ટીના મુખ્ય પ્રવક્તા રહી ચુકેલા અરવિંદ સાવંતને ફરી વાર મુખ્ય પ્રવક્તા બનાવાતા આ ઘટનાને સંજય રાઉતને કાપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સંજય રાઉત અનેકવાર વિવાદમાં રહ્યા
રાજ્યસભાના સભ્ય અને ‘સમાના’ કારોબારી સંપાદક રાઉતને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પાર્ટીના મુખ્ય પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. અરવિંદ સાવંતને શિવસેના પ્રમુખ તરીકે નિમણૂક કરવાનો નિર્ણય સંજય રાઉતનાં એ નિવેદન પછી આવ્યું છે જેમાં તેમણે મહારાષ્ટ્રના એનસીપી નેતા અનિલ દેશમુખને ‘Accidental Home Minister’ ગણાવ્યા હતા. ત્યારબાદ, મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાલાસાહેબ થોરાટે મંગળવારે કહ્યું કે સંજય રાઉતે કોઈ પણ ટિપ્પણી કરતા પહેલા સાવચેત રહેવું જોઈએ. સંજય રાઉતને પણ રાજ્યમાં સહયોગી કોંગ્રેસ પાર્ટીની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેમણે સૂચવ્યું હતું કે એનસીપી પ્રમુખ શરદ પવારને UPA ગઠબંધનનું અધ્યક્ષપદ સંભાળવું જોઈએ. હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી UPA ગઠબંધનના અધ્યક્ષ છે.

રાઉતના વિવાદિત નિવેદનો તેને જ નડ્યા
એન્ટિલિયા પ્રકરણ સામે આવ્યા બાદ સંજય રાઉતના નિવેદનોથી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ખુશ નહોતું. ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહે કરેલા નિવેદનોથી ગઠબંધન પરની અસર અંગેની ટોચની નેતાગીરીની ચિંતા પણ તીવ્ર બની હતી. તે જ સમયે, સંજય રાઉતે UPA ના અધ્યક્ષપદ માટે શરદ પવારના નેતૃત્વ વિશે વાત કરતા મહાગઠબંધનની મહત્વપૂર્ણ પાર્ટી કોંગ્રેસનો વિરોધનું ભોગ બનવું પડ્યું હતું. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે શિવસેનાના ટોચની નેતાગીરીએ અરવિંદ સાવંતને મુખ્ય પ્રવક્તા બનાવતા સંજય રાઉતને મર્યાદામાં રહેવા માટેસંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

Published On - 6:31 pm, Thu, 1 April 21

Next Article