મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મુંબઈમાં કોંગ્રેસ-NCPની બેઠક, 50-50 ફોર્મ્યુલા સાથે કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચર્ચા

|

Nov 13, 2019 | 5:42 PM

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મુંબઈમાં કોંગ્રેસ-NCPની બેઠક યોજાઈ. બંને પક્ષના નેતાઓની સમન્વય સમિતીની બેઠકમાં 50-50 ફોર્મ્યુલા ઉપરાંત કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચર્ચા થઈ. આ બેઠકમાં કોંગ્રેસના અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બાલાસાહેબ થોરાત, માણિકરાવ ઠાકરે અને વિજય વડેટ્ટીવર સામેલ થયા. જ્યારે કે NCPમાંથી જયંત પાટીલ, અજીત પવાર, છગન ભૂજબળ, ધનંજય મુંડે અને નવાબ […]

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મુંબઈમાં કોંગ્રેસ-NCPની બેઠક, 50-50 ફોર્મ્યુલા સાથે કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચર્ચા

Follow us on

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મુંબઈમાં કોંગ્રેસ-NCPની બેઠક યોજાઈ. બંને પક્ષના નેતાઓની સમન્વય સમિતીની બેઠકમાં 50-50 ફોર્મ્યુલા ઉપરાંત કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચર્ચા થઈ. આ બેઠકમાં કોંગ્રેસના અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બાલાસાહેબ થોરાત, માણિકરાવ ઠાકરે અને વિજય વડેટ્ટીવર સામેલ થયા. જ્યારે કે NCPમાંથી જયંત પાટીલ, અજીત પવાર, છગન ભૂજબળ, ધનંજય મુંડે અને નવાબ મલિકે ચર્ચા કરી. મહત્વનું છે કે, શરદ પવાર પહેલા જ કહી ચૂક્યા છે પહેલા કોંગ્રેસ-NCP બેઠક યોજી કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરશે અને ત્યારબાદ શિવસેના સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે મુંબઇની એક હોટલમાં યોજાઈ બેઠક

આ તરફ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે મુંબઇની એક હોટલમાં બેઠક મળી. જેમાં કોઇ ખાસ સમાચાર સામે નથી આવ્યા. બેઠક બાદ ઉદ્ધવ ઠાકરે મીડિયા સામે જરૂર આપ્યા. પણ બેઠકમાં શું ચર્ચા થઇ તે અંગે કોઇ માહિતી ન આપી. જો કે, તેમણે કહ્યું કે, સરકાર બનાવવાને લઇ યોગ્ય દિશામાં ચર્ચા ચાલી રહી છે. અને વહેલામાં વહેલી તકે કોઇ મોટો નિર્ણય લઇશું. ઉદ્ધવ ઠાકરેએ એવું પણ કહ્યુ કે,આ એક ઔપચારિક મુલાકાત હતી. અને અહીંથી જ સરકાર બનાવવાને લઇ ચર્ચા શરૂ પણ થઇ છે.

Next Article