Maharashtra: અનિલ દેશમુખ પ્રકરણમાં CBI એ 12 જગ્યાએ પાડ્યા દરોડા, બે પોલીસ અધિકારીનાં ઘરે પણ દરોડા

|

Jul 28, 2021 | 5:33 PM

સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈની ટીમે થાણે, નાસિક, સાંગલી, અહેમદ નગર અને પુણે સહિત 12 સ્થળોએ સતત બીજા દિવસે દરોડાની કાર્યવાહી ચાલુ રાખી છે. ગઈકાલે સીબીઆઈએ 12 સ્થળોએ તપાસ કરી હતી. દરોડા દરમિયાન સીબીઆઈને આ કેસથી જોડાયેલાં ઘણાં મહત્વનાં દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક પુરાવા હાથ લાગ્યાં છે.

સમાચાર સાંભળો
Maharashtra: અનિલ દેશમુખ પ્રકરણમાં CBI એ 12 જગ્યાએ પાડ્યા દરોડા, બે પોલીસ અધિકારીનાં ઘરે પણ દરોડા
પ્રતીકાત્મક તસવીર

Follow us on

અનિલ દેશમુખ પ્રકરણમાં એક પછી એક નવાં ખુલાસાઓ થઈ રહ્યાં છે. અને નવાં નવાં વળાંકો આવી રહ્યાં છે. આ કેસની તપાસ CBI કરી રહી છે. ત્યાંરે 100 કરોડના વસુલાત પ્રકરણમાં  CBI એ અનિલ દેશમુખ કેસના 12 જગ્યાઓ પર દરોડા પાડ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ, અહેમદનગર અને મુંબઇમાં ડીસીપી રાજુ ભુજબલ તેમજ પુણે અને મુંબઇમાં એસીપી સંજય પાટિલના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિકવરી કેસમાં (અનિલ દેશમુખ કેસ) સીબીઆઈની તપાસ ચાલી રહી છે. સીબીઆઈએ ગઈકાલે પાડેલા દરોડાની કાર્યવાહી આજે બુધવારે પણ ચાલુ રાખી છે.  દરોડાની કાર્યવાહી મહારાષ્ટ્રના બે પોલીસ અધિકારીઓના ઘરે પણ હાથ ધરવામાં આવી છે.

તપાસમાં મહત્વનાં દસ્તાંવેજ અને ઇલેક્ટ્રોનિક પુરાવા પોલીસને મળ્યાં

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સીબીઆઈએ ડીસીપી રાજુ ભુજબલના અહમદ નગરના ઠેકાણાં પર પણ દરોડા પાડ્યા હતા. પુણેમાં એસીપી સંજય પાટિલના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈની ટીમે થાણે, નાસિક, સાંગલી, અહેમદ નગર અને પુણે સહિત 12 સ્થળોએ સતત બીજા દિવસે દરોડાની કાર્યવાહી ચાલુ રાખી છે. ગઈકાલે સીબીઆઈએ 12 સ્થળોએ તપાસ કરી હતી. દરોડા દરમિયાન સીબીઆઈને આ કેસથી જોડાયેલાં ઘણાં મહત્વનાં દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક પુરાવા હાથ લાગ્યાં છે.

મુંબઇ-થાણે વસુલાંત કેસમાં પરમબીરની નજીક ગણાતા પોલીસ અધિકારીઓની બદલી.

આ દરમિયાન, મુંબઇ-થાણેના આ વસુલાત  કેસમાં પરમબીરની નજીક ગણાતા પોલીસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. જેમાં બે ડીસીપી, બે એસપી અને એક મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરના નામનો ઉલ્લેખ  છે. આ બધા લોકો ઉપર પરમવીરસિંહ સાથે ખંડણીના કામમાં સામેલ હોવાનો આરોપ છે.

તેમના નામ છે- ડેપ્યુટી પોલીસ કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) અકબર પઠાણ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી EOW) પરાગ માનારે, આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર (એસીપી) સંજય પાટિલ, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) શ્રીકાંત શિંદે, પોલીસ નિરીક્ષક આશા કોંરકે. તે તમામ લોકોને  લોકલ આર્મ્સ યુનિટમાં મોકલવામાં આવ્યા છે.

અહી ઉલ્લેખનીય છે કે, પરમવીર સિંહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને રાજ્યપાલને એક સનસનીખેજ પત્ર લખ્યો હતો અને તેમાં મોટાં ખુલાસાઓ પણ કર્યા હતાં જેના કારણે મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહમંત્રીને રાજીનામું આપવું પડ્યું હતું.

 

આ પણ વાંચો : Maharashtra Flood: ‘પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ન લો’, શરદ પવારની નેતાઓને અપીલ, જાણો દેવેન્દ્ર ફડણવીસે શું આપી પ્રતિક્રિયા?

Published On - 5:12 pm, Wed, 28 July 21

Next Article