VIDEO: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર પહેલા મુખ્યમંત્રી પદને લઈ ખેંચતાણ

|

Oct 25, 2019 | 7:31 AM

આખરે મહારાષ્ટ્રના મહાસંગ્રામના પરિણામ આવ્યા અને ફરી એકવાર ભાજપ-શિવસેના સરકાર બનાવશે એ નક્કી થઈ ગયું. પરંતુ ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર બને તે પહેલા મુખ્યપ્રધાનના પદને લઈ ખેંચતાણ સર્જાઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાજપ સાથે ગઠબંધન અને ચૂંટણી પહેલા જ શિવસેનાએ ફોર્મ્યુલા નક્કી કર્યો હતો. હવે આ જ ફોર્મ્યુલા […]

VIDEO: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર પહેલા મુખ્યમંત્રી પદને લઈ ખેંચતાણ

Follow us on

આખરે મહારાષ્ટ્રના મહાસંગ્રામના પરિણામ આવ્યા અને ફરી એકવાર ભાજપ-શિવસેના સરકાર બનાવશે એ નક્કી થઈ ગયું. પરંતુ ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર બને તે પહેલા મુખ્યપ્રધાનના પદને લઈ ખેંચતાણ સર્જાઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાજપ સાથે ગઠબંધન અને ચૂંટણી પહેલા જ શિવસેનાએ ફોર્મ્યુલા નક્કી કર્યો હતો. હવે આ જ ફોર્મ્યુલા શિવસેના ભાજપને યાદ કરાવી રહી છે. ઉદ્ધવ ઠાકરે બોલ્યા કે, જે ફોર્મ્યુલા નક્કી કરાયો તેના પર ચાલવું જરૂરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતની પેટાચૂંટણીનું પરિણામઃ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પક્ષ પલટો પડ્યો મોંઘો, ભાજપ-કોંગ્રેસને 3-3 બેઠક

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

આ ફોર્મ્યુલા 50-50નો તૈયાર કરાયો છે. પણ ફોર્મ્યુલા કેવો હશે તેના વિશ કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ 5 વર્ષની સરકાર દરમિયાન અઢી વર્ષ શિવસેના અને અઢી વર્ષ ભાજપના મુખ્યપ્રધાન રહેશે તેવો ફોર્મ્યુલા હોઈ શકે છે. શિવસેના મહારાષ્ટ્રમાં વર્ષોથી પોતાનું સમર્થન ભાજપને આપે છે. પણ તેમનો એકપણ મુખ્યપ્રધાન સત્તા પર આવ્યો નથી. તો ચૂંટણી પ્રચાર દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, બાલા સાહેબ ઠાકરેને આપેલા વચનને પૂરુ કરીશ. બાલા સાહેબને વચન આપ્યું હતું કે, કોઈ શિવસૈનિક મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન બનાવીશ.

Published On - 11:31 am, Thu, 24 October 19

Next Article