નીતિશ કુમાર કરતા સંપત્તિની બાબતમાં પણ તેજસ્વી આગળ, નીતિશ કુમાર કરતા બે ગણી સંપત્તિ

|

Nov 09, 2020 | 6:34 PM

રાષ્ટ્રીયજનતા દળના નેતા અને બિહારના મુખ્યમંત્રી પદના દાવેદાર તેજસ્વી યાદવનો આજે જન્મદિવસ છે. તેજસ્વીને જન્મદિવસના પહેલા જ મીડિયા તરફથી એગ્ઝિટ પોલની ભેટ મળી છે. મહાગઠબંધન નીતિશકુમારના દળને ખૂબ મોટી ટક્કર આપી રહ્યા છે. અમુક એગ્ઝિટ પોલ્સમાં તો મહાગઠબંધન નીતિશકુમારના ગઢને સંપૂર્ણ રીતે પછાડતો દેખાઇ રહ્યો છે. પરંતુ સંપત્તિમા મામલામાં પણ નીતિશ કરતા તેજસ્વી યાદવ બે […]

નીતિશ કુમાર કરતા સંપત્તિની બાબતમાં પણ તેજસ્વી આગળ, નીતિશ કુમાર કરતા બે ગણી સંપત્તિ

Follow us on

રાષ્ટ્રીયજનતા દળના નેતા અને બિહારના મુખ્યમંત્રી પદના દાવેદાર તેજસ્વી યાદવનો આજે જન્મદિવસ છે. તેજસ્વીને જન્મદિવસના પહેલા જ મીડિયા તરફથી એગ્ઝિટ પોલની ભેટ મળી છે. મહાગઠબંધન નીતિશકુમારના દળને ખૂબ મોટી ટક્કર આપી રહ્યા છે. અમુક એગ્ઝિટ પોલ્સમાં તો મહાગઠબંધન નીતિશકુમારના ગઢને સંપૂર્ણ રીતે પછાડતો દેખાઇ રહ્યો છે. પરંતુ સંપત્તિમા મામલામાં પણ નીતિશ કરતા તેજસ્વી યાદવ બે ગણા અમીર છે. તો તેજસ્વીના જન્મદિવસના દિવસે જાણીએ તેજસ્વી કેટલી સંપત્તિના માલિક છે.

 3 કરોડના માલિક છે નીતિશ કુમાર

ચૂંટણીના ઉમેદવારી પત્રમાં આપેલી જાણકારી મુજબ નીતિશ કુમાર પાસે 3 કરોડની સંપત્તિ છે. એડીઆરના રિપોર્ટ મુજબ નીતિશ કુમાર 3,09,83,431 કરોડ રુપિયાના માલિક છે. નીતિશ કુમારે એસબીઆઈ અને પીએનબીના ખાતામાં અંદાજે 88 લાખ રુપિયા જમા કર્યા છે. જ્યારે રોકાણના નામ પર નીતિશ કુમારે 2.58 લાખ રુપયા શેયર અને ડિવેંચરમાં નિવેશ કર્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નીતીશ થી બે ગાણા અમીર છે તેજસ્વી યાદવ

આરજેડીના તેજસ્વી યાદવની સંપત્તિની વાત કરવામાં આવે તો ચૂંટણીના ઉમેદવારી પત્રક મુજબ તેજસ્વી પાસે 5,88,90,061 કરોડ રુપિયાની સંપત્તિ છે. તેજસ્વીએ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ બેંકમાં અંદાજે 31.79 લાખ રુપિયા જમા કર્યા છે. રોકાણની બાબતમાં પણ તેજસ્વી નીતિશ પર ભારે પડી રહ્યા છે. તેજસ્વીએ અલગ અલગ કંપનીના શેયર અને ડિવેંચરના દ્વારા અંદાજે 4.88 લાખનું રોકાણ કર્યું છે.

સોના અને વ્યાજથી તગડી કમાણી 

કેશ,બેંક અને શેયર સિવાય તેજસ્વી યાદવ પાસે લગભગ 4.25 લાખ રુપિયાના દાગીના છે. જ્યારે પ્લાંટ અને વ્યાજથી તેજસ્વીએ અંદાજે 22 લાખ રુપિયાની રકમ જમા કરી છે. એગ્રીકલ્ચર અને જમીનની વાત કરવામાં આવે તો તેજસ્વી પાસે 9 અલગ અલગ સંપત્તિ છે જેની કિંમત 35.70 લાખ રુપિયા છે. જ્યારે બિન ખેતીલાયક જમીનના નામ પર તેજસ્વી પાસે અંદાજે 35 લાખની રકમ હોવાનો ઉલ્લેખ કર્યો છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:31 pm, Mon, 9 November 20

Next Article