વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈન હેઠળ 500 જગ્યા પર વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે ચર્ચા

|

Mar 22, 2019 | 6:45 AM

લોકસભા ચૂંટણી પ્રચારની તમામ ચર્ચા ‘ચોકીદાર’ શબ્દ પર આવીને રોકાઈ છે. એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની 500 જગ્યા પરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈન કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે બીજી બાજુ વિપક્ષે હુમલો કર્યો છે. માયાવતીએ આ કેમ્પેઈન પર હુમલો કરતા કહ્યું કે ‘સરળ જીવન ઉચ્ચ વિચારના વિરોધી શાહી અંદાજમાં જીવનારા જે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેં ભી ચોકીદાર કેમ્પેઈન હેઠળ 500 જગ્યા પર વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે ચર્ચા

Follow us on

લોકસભા ચૂંટણી પ્રચારની તમામ ચર્ચા ‘ચોકીદાર’ શબ્દ પર આવીને રોકાઈ છે. એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની 500 જગ્યા પરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈન કરવાનો નિર્ણય કર્યો છે.

ત્યારે બીજી બાજુ વિપક્ષે હુમલો કર્યો છે. માયાવતીએ આ કેમ્પેઈન પર હુમલો કરતા કહ્યું કે ‘સરળ જીવન ઉચ્ચ વિચારના વિરોધી શાહી અંદાજમાં જીવનારા જે વ્યકિતએ ગઈ લોકસભા ચૂંટણી વખતે વોટ માટે પોતાને ‘ચા વાળા’ જાહેર કર્યા હતા. તે હવે આ ચૂંટણીમાં વોટ માટે શાનથી પોતાને ચોકીદાર જાહેર કરી રહ્યા છે. દેશ સાચે જ બદલાઈ રહ્યો છે.

પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?

TV9 Gujarati

 

 

SP ચીફ અખિલેશ યાદવે પણ ટ્ટિટ કરીને કહ્યું કે વિકાસ પૂછી રહ્યો છે કે જનતાના બૅંક ખાતામાંથી જે પૈસા કપાય છે. શું તેને બચાવવા માટે કોઈ ચોકીદાર છે? મંત્રાલયમાંથી રાફેલની ફાઈલ ચોરી થવા પર જવાબદાર ચોકીદારને સજા મળી?

ત્યારે ભાજપે ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈનને ચૂંટણીની થીમ બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યુ કે વડાપધ્રાન નરેન્દ્ર મોદી દેશની 500 જગ્યાએથી 31 માર્ચે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘મેં ભી ચોકીદાર’ આંદોલનને લઈને  લોકોની સાથે ચર્ચા કરશે. આ એક મોટું જનઆંદોલન બની ગયું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:52 am, Tue, 19 March 19

Next Article