મોદી વિરોધી મહાગઠબંધનની કવાયતને મોટો આંચકો, 27 ફેબ્રુઆરીએ યોજાનારી વિપક્ષી દળોની બેઠકમાં નહીં જોડાય ડાબેરીઓ, SB-BSPના જોડાવાની શક્યતા નહિંવત્

|

Feb 25, 2019 | 9:40 AM

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી વિરોધી મહાગઠબંધન બનાવવાની વિપક્ષની કવાયતને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હીમાં આગામી 27 ફેબ્રુઆરીએ મોદી વિરોધી વલણ ધરાવતા તમામ રાજકીય પક્ષોની એક બેઠક થવાની છે. આ બેઠક લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમ (MCP)બનાવવાને લઈને બોલાવવામાં આવી છે. બેઠકમાં કૉંગ્રેસ, ટીડીપી, આરજેડી સહિત અનેક રાજકીય પક્ષો સામેલ થવાના છે, પરંતુ ડાબેરી પક્ષોએ આ બેઠકમાં […]

મોદી વિરોધી મહાગઠબંધનની કવાયતને મોટો આંચકો, 27 ફેબ્રુઆરીએ યોજાનારી વિપક્ષી દળોની બેઠકમાં નહીં જોડાય ડાબેરીઓ, SB-BSPના જોડાવાની શક્યતા નહિંવત્

Follow us on

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી વિરોધી મહાગઠબંધન બનાવવાની વિપક્ષની કવાયતને મોટો આંચકો લાગ્યો છે.

દિલ્હીમાં આગામી 27 ફેબ્રુઆરીએ મોદી વિરોધી વલણ ધરાવતા તમામ રાજકીય પક્ષોની એક બેઠક થવાની છે. આ બેઠક લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમ (MCP)બનાવવાને લઈને બોલાવવામાં આવી છે. બેઠકમાં કૉંગ્રેસ, ટીડીપી, આરજેડી સહિત અનેક રાજકીય પક્ષો સામેલ થવાના છે, પરંતુ ડાબેરી પક્ષોએ આ બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે.

નોંધનીય છે કે આ બેઠકને કૉંગ્રેસ અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. આ વાતનો અંદાજો આનાથી જ લગાવી શકાય કે કૉંગ્રેસે પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિ (CWC)ની અમદાવાદ-ગુજરાતમાં 26 ફેબ્રુઆરીએ યોજાનારી બેઠક પણ 28 ફેબ્રુઆરી પર ટાળી દીધી હતી. કહેવાય છે કે 27 ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાનાર વિપક્ષી ળોની આ બેઠકમાં બેઠકોની વહેંચણીના મુદ્દે પણ ચર્ચા થવાની છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

એવામાં ડાબેરી પક્ષો માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (CPM), ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (CPI), ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી લેનિનવાદી) (CPIML) અને ફૉરવર્ડ બ્લૉકે વિપક્ષી નેતાઓની આ બેઠકથી કિનારો કરી લીધો છે.

દરમિયાન આ બેઠકમાં ઉત્તર પ્રદેશના બે મહત્વના પક્ષો સમાજવાદી પાર્ટી (SP) અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના નેતાઓ અખિલેશ યાદવ, માયાવતી કે તેમના કોઈ પ્રતિનિધિ ભાગ લેશે કે કેમ, તે હજી સુધી કંઈ નક્કી નથી. બંનેના ભાગ લેવાની શક્યતા નહિંવત છે, કારણ કે બંને પાર્ટીઓ પહેલા જ ઉત્તર પ્રદેશ માટે ગઠબંધન કરી ચુકી છે અને કૉંગ્રેસને સ્પષ્ટપણે નકારી ચુકી છે.

[yop_poll id=1791]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article