લોકસભા ચૂંટણીમાં આ પાંચ રાજ્યોનું પરિણામ નક્કી કરશે 2019માં વડાપ્રધાન માટેનું પદ, શું છે બેઠકોનું સમીકરણ ?

આખરે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ છે. 2019માં લોકસભાની ચૂંટણી સાત ચરણમાં યોજાશે. દેશની તમામ 543 બેઠકો પર હાર જીત મહત્વની હોય છે પરંતુ પાંચ એવા રાજ્યો છે જ્યાંથી દેશના ચૂંટણી પરિણામ પર સીધી અસર થતી હોય છે. આ પણ વાંચો : લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે પહેલી વખત લગાવી ‘ડિજીટલ આચાર સંહિતા’, સોશ્યિલ મીડિયા પર […]

લોકસભા ચૂંટણીમાં આ પાંચ રાજ્યોનું પરિણામ નક્કી કરશે 2019માં વડાપ્રધાન માટેનું પદ, શું છે બેઠકોનું સમીકરણ ?
Follow Us:
| Updated on: Mar 11, 2019 | 5:29 AM

આખરે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ છે. 2019માં લોકસભાની ચૂંટણી સાત ચરણમાં યોજાશે. દેશની તમામ 543 બેઠકો પર હાર જીત મહત્વની હોય છે પરંતુ પાંચ એવા રાજ્યો છે જ્યાંથી દેશના ચૂંટણી પરિણામ પર સીધી અસર થતી હોય છે.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે પહેલી વખત લગાવી ‘ડિજીટલ આચાર સંહિતા’, સોશ્યિલ મીડિયા પર રહેશે બાજ નજર

જો કે મુખ્યત્વે દેશના રાજકારણમાં ઉત્તર પ્રદેશનું મહત્વ હોય છે પરંતુ બિહાર, પ.બંગાળ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર પણ એવા રાજ્યો છે જ્યાંથી લોકસભાની કુલ મળીને 249 બેઠકોનો સમાવેશ થાય છે. જેનું રાજકીય રીતે ઘણું મહત્વ છે અને ત્યાંનું રાજકીય સમીકરણ દેશના વડાપ્રધાનપદ માટે પણ મહત્વનું હોય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ઉત્તર પ્રદેશ દિલ્હીના સિંહાસનનો રસ્તો અહીંથી પસાર થાય છે

સૌથી વધુ લોકસભાની બેઠકો 80 આ રાજ્યમાં રહેલી છે. જેમાં દરેક રાજકીય પક્ષોની નજર રહેલી હોય છે. 2014માં મોદી સરકારે અહીં 80 માંથી 71 બેઠકો પર જીત મેળવી હતી. જ્યાં પ્રાદેશિક પક્ષ બસાપા એક પણ બેઠક જીતી શક્યું ન હતું. તો સપા 5 અને કોંગ્રેસ માત્ર બે જ બેઠક જીતી શક્યું હતું.

પરંતુ હાલમાં સપા અને બસપાએ ગઠબંધન કરી દીધું છે. જ્યારે કોંગ્રેસ માટે તેને પોતાના દ્વાર ખુલ્લા રાખ્યા છે. જે સ્થિતિમાં કોંગ્રેસ મહાગઠબંધન કરે છે તો ભાજપ માટે મુશ્કેલી વધી શકે છે. ભાજપ માટે અહીં જીતવું સૌથી મહત્વનું રહેશે.

મહારાષ્ટ્રથી બનશે મહાસત્તાનું કેન્દ્ર

મહારાષ્ટ્રની 48 બેઠકો પર ભાજપ અને શિવસેના સાથે લડી શકે છે. જેમાં 2014માં 41 બેઠકો પર એનડીએની જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસ 2 અને એનસીપી 5 બેઠકો જીતી શક્યું હતું. આ તરફ 2019 માટે ભાજપ અને શિવસેના વચ્ચે સહમતી બની છે. જેમાં રામદાસ અઠાવલેની આરપીઆઇને બેઠકો ન મળતાં નારાજ થયા છે.

એનડીએની સામે કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન બની શકે છે. જેના પર 50-50 ટકાનું સમીકરણ સેટ કર્યું છે. જ્યારે કોંગ્રેસ તરફથી સપા અને બસપાને પણ પોતાની સાથે રાખવાની વાત સામે આવતાં એનસીપી નારાજ થયું છે. જો કે અહીં પણ મહાગઠબંધનનું સમીકરણ ભાજપ માટે મુશ્કેલી ઊભું કરી શકે છે.

પ.બંગાળમાં મમતા વિરૂદ્ધ મોદી

42 લોકસભાની બેઠકો ધરવાતાં રાજ્યમાં ટીએમસી ઘણું જ મજબૂત સ્થિતિમાં છે. જેની પાસે હાલમાં 34 બેઠકો છે. તો કોંગ્રેસ પાસે 4, ભાજપ અને સીપીએમ પાસે 2-2 બેઠકો છે. આ સ્થિતિમાં પં.બંગાળમાં ભાજપ સામે મમતા બેનર્જી મહાગઠબંધનનો રસ્તો અપનાવી શકે છે.

ભાજપ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન મોદીથી લઇ તમામ નેતાઓ સતત રેલીઓ કરી રહ્યા છે. જ્યારે મમતા બેનર્જી પણ 15થી વધુ વિપક્ષ દલોને એક સાથે રાખીને પોતાની તાકાત દર્શાવી ચુક્યું છે. ભાજપ અંહી પોતાની મજબૂતી સાબિત કરી રહ્યું છે. જેના કારણે મમતા અને મહાગઠબંધનની મુશ્કેલી અહીં સીધી જ વધી રહી છે.

બિહારમાં એનડીએ મજબૂત

ભલે બિહારથી મહાગઠબંધનની શરૂઆત થઈ હતી. પરંતુ ભાજપ અને જેડીયુએ એનડીએનું ગઠબંધન મજબૂત કરી દીધું છે. 2014માં ભાજપ, લોજપા અને રાલોસપાનું એનડીએ ગઠબંધને 31 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસ અહીં માત્ર 2 અને રાજદ 4 બેઠક જ જીતી શક્યું હતું તો એનસીપી 1 બેઠક જીત્યું હતું.

આ વખતે નીતીશ કુમાર એનસીપીનો ભાગ છે અને તેના કારણે જેડીયુ અને ભાજપ 17-17 બેઠકો પર લડશે ત્યારે લોજપા 6 બેઠક પર લડશે. આ તરફ કોંગ્રેસ અને આરજેડી વચ્ચે કોઇ જ ગઠબંધન થયું નથી. તેમજ એનસીપી સપા અને બસપાની પણ કોઇ સ્થિતિ સ્પષ્ટ સામે આવી નથી.

તમિલનાડુ દક્ષિણનું રાજકારણ ભાજપે બદલ્યું

તમિલનાડુમાં ભાજપને એઆઇએડીએમકેનો સાથ મળ્યો છે. જે અહીં 2014માં 37 બેઠકો જીત્યું હતું. જ્યારે 2019 માટે એઆઇએડીએમકે 25 બેઠકો પર લડશે જેમાં ભાજપ 8 બેઠકો પર લડશે જ્યારે અન્ય 4 બેઠક માટે પીએમકે અને ત્રણ બેઠક ડીએમડીકેને માટે બાકી રાખશે.

આ તરફ કોંગ્રેસ અને ડીએમકેનું ગઠબંધન તો થયું છે પરંતુ બન્યું છે જે એટલું મજબૂત લાગી રહ્યું નથી. ડીએમકે રાજ્યમાં સત્તાથી દૂર છે અને લાંબા સમયથી તેના પર વિવાદ ચાલી રહ્યા છે. આ જોતાં અહીં ભાજપ માટે જીત નોંધાવવું સરળ બની રહેશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">