જાણો, લોકસભાના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કોણ કરોડપતિ ઉમેદવાર અને કોણ ગરીબ?

|

Apr 10, 2019 | 2:49 PM

લોકસભાની ચૂંટણીના સાત તબકકામાંથી 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. આ તમામ સીટ પર લડી રહેલાં ઉમેદવારોમાં ઘણાં બધા ઉમેદવારો કરોડપતિ છે તો ઘણાં ઉમેદવારોની સંપતિ સાવ જ ઓછી છે. લોકસભાની ચૂંટણીને લઈને જો પ્રથમ તબક્કામાં નજર કરીએ તો સૌથી વધારે મહત્ત્વની બેઠક તેલગાંણાની ચેવેલ્લા લોકસભા છે. અહીંયા સૌથી વધારે અમીર […]

જાણો, લોકસભાના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કોણ કરોડપતિ ઉમેદવાર અને કોણ ગરીબ?

Follow us on

લોકસભાની ચૂંટણીના સાત તબકકામાંથી 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. આ તમામ સીટ પર લડી રહેલાં ઉમેદવારોમાં ઘણાં બધા ઉમેદવારો કરોડપતિ છે તો ઘણાં ઉમેદવારોની સંપતિ સાવ જ ઓછી છે.

લોકસભાની ચૂંટણીને લઈને જો પ્રથમ તબક્કામાં નજર કરીએ તો સૌથી વધારે મહત્ત્વની બેઠક તેલગાંણાની ચેવેલ્લા લોકસભા છે. અહીંયા સૌથી વધારે અમીર નેતાની સામે સૌથી ગરીબ નેતા મેદાનમાં છે. ઈલેક્શન વોચ અને એડીઆરના અહેવાલ પ્રમાણે જોવા જઈએ તો આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કોંડા વિશ્વેવરની રેડ્ડીની સંપતિ 895 કરોડની છે તો તેની સામે જ ચૂંટણી લડી રહેલાં નલ્લા પ્રેમ કુમારની સંપતિ 500 રુપિયા છે.

એડીઆરના અહેવાલ પ્રમાણે પ્રથમ ચરણના કુલ 1279 ઉમેદવારોમાંથી 401 ઉમેદવારો એટલે કે 32% ઉમેદવારો કરોડપતિ છે.

પ્રથમ ચરણમાં સૌથી વધારે સંપતિ ધરાવનાર ઉમેદવાર કોંગ્રેસના તેલગાંણાના ચેવેલ્લા સીટ પરથી લડી રહેલાં વિશ્વેવર રેડ્ડી છે અને તેની સંપતિ 895 કરોડની છે. બીજા નંબર જો સંપતિની દષ્ટિએ જોવા જઈએ તો વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પ્રસાદ વીરા પોતલુરી છે જે વિજયવાડા સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. આ જ પાર્ટીના રઘુરામ કૃષ્ણ રાજુ જેની સંપતિ 325 કરોડની છે.

 

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

TV9 Gujarati

 

સૌથી ગરીબ જોવા જઈએ તો પ્રથમ તો નલ્લા પ્રેમ કુમાર છે જે તેલગાંણાના ચેવેલ્લા સીટ પરથી લડી રહ્યાં છે. બીજા નંબરે સૌથી ગરીબ સીપીઆઈના ઉમેદવાર રાજેન્દ્ર કેદ્રુકા છે જેની સંપતિ 565 રુપિયાની છે.

કરોડપતિની સંપતિ મુજબ જોવા જઈએ તો પ્રથમ તબક્કામાં 5 કરોડથી વધારે સંપતિ ધરાવનારા 177 ઉમેદવારો છે. 2 કરોડથી 5 કરોડની સંપતિ ધરાવનારા ઉમેદવારોની સંખ્યા 99 છે. જ્યારે 50 લાખથી 2 કરોડની સંપતિ ધરાવનારા ઉમેદવારોની સંખ્યા 254 ઉમેદવારો છે.

ક્યાં પક્ષના કેટલાં ટકા ઉમેદવારો કરોડપતિ?

1. કોંગ્રેસના 83માંથી 69 ઉમેદવારો કરોડપતિ(83%)
2. ભાજપના 83માંથી 65 ઉમેદવારો કરોડપતિ (78%)
3. બીએસપીના 32માંથી 15 ઉમેદવાર કરોડપતિ(47%)
4. ટીડીપીના 25માંથી 25 ઉમેદવાર કરોડપતિ(100%)
5. વાયએસઆર કોંગ્રસના 25માંથી 22 કરોડપતિ(88%)
6. ટીઆરએસના 17માંથી 17 ઉમેદવાર કરોડપતિ(100%)

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article