Local Body Polls 2021: જાણો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કયા ઉમેદવારો પર રહેશે સૌની નજર

|

Feb 20, 2021 | 6:52 PM

Local body polls 2021માં 6 મહાનગરપાલિકા માટે 21મી તારીખે મતદાન યોજાવાનું છે. ત્યારે જામનગર મ્યુ્નિસિપલ કોર્પેરેશનના ક્યા ચેહરા એવા છે કે જેમના પર સૌ કોઈની નજર રહેશે.

Local Body Polls 2021: જાણો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કયા ઉમેદવારો પર રહેશે સૌની નજર

Follow us on

Local body polls 2021માં 6 મહાનગરપાલિકા માટે 21મી તારીખે મતદાન યોજાવાનું છે. ત્યારે જામનગર મ્યુ્નિસિપલ કોર્પેરેશનના ક્યા ચેહરા એવા છે કે જેમના પર સૌ કોઈની નજર રહેશે. જામનગરના વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર સુભાષ જોશી કે જેઓ ડીપ્લોમાં સુધીનો અભ્યાસ કર્યો છે. એક વખત કોર્પોરેટર રહ્યા છે. જેમાં અઢી વર્ષ માટે સ્ટેડીંગ કમિટીના ચેરમેન રહ્યા છે. વોર્ડમાં કાર્યકર તરીકે સક્રિય રહ્યા અને હોદા મળ્યા બાદ વોર્ડમાં વધુ કામ કર્યા. વોર્ડ 3 ભાજપનો ગઢ ગણાય છે અને ભાજપે તેમને રીપીટ કર્યા છે.

 

જામનગરના વોર્ડ- 8ના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી બે વખત કોર્પોરેટર રહી ચૂકયા છે અને જેમાં ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાનો હોદ્દો સંભાળી ચૂકયા છે. સિનીયર કોર્પોરેટરને રીપીટ ના કરતા હવે ભાજપમાં સૌથી આગળ હરોળના માનવામાં આવે છે. તેમને એસ.વાય. બી.કોમ સુધીનો અભ્યાસસ કર્યો છે. હાલ વોર્ડમાં વધુ લોકચાહના ધરાવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

જામનગરના વોર્ડ નંબર 7ના  ભાજપના ઉમેદવાર ગોપાલ સોરઠીયા છે. ગોપાલ સોરઠીયા અગાઉ એક વખત કોર્પોરેટર રહી ચૂકયા છે. ગત ટર્મમાં સંગઠનમાં સક્રિય રહ્યા અને શહેર મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. ભાજપમાં કેબીનેટમંત્રી આર.સી.ફળદુના વિશ્વાસુ માનવામાં આવે છે. અભ્યાસ તો માત્ર ધોરણ 10 સુધીનો કર્યો છે. પરંતુ રાજકીય ખેલના મોટા ખેલાડી માનવામાં આવે છે.

 

જામનગરના વોર્ડ- નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર  શકિતસિંહ જેઠવા યુથ કોંગ્રેસના ગુજરાતના મંત્રી તરીકેની જવાબદારી સંભાળે છે. અગાઉ એનએસયુઆઈના જીલ્લા પ્રમુખ તરીકેની કામગીરી કરી છે. જેમાં યુવા રાજપુત સમાજના જીલ્લા ઉપપ્રમુખ તરીકે સક્રિય છે. તેમજમાં શહેરમાં સામાજીક પ્રવૃતિમાં અગ્રેસર રહે છે. કોંગ્રેસે યુવા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. અભ્યાસ 12 ધોરણ સુધીનો કર્યો છે.

 

જામનગરના  વોર્ડ- 15ના કોંગ્રેસના ઉમેદવાર આનંદ રાઠોડ અગાઉ બે વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ મધ્યમવર્ગ પરીવારમાંથી આવે છે. અભ્યાસ માત્ર ધોરણ 6 સુધીનો કર્યો છે. લોકસેવાના કાર્યથી લોકચાહના મેળવી છે અને ખાસ ગરીબ અને મધ્યમવર્ગના સેવાકાર્ય કરતા આ વખતે ફરી કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે.

 

જામનગરના  વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર દેવશી આહિર. દેવશી 3 વખત કોર્પોરેટર રહી ચૂકયા છે. કોંગ્રેસની વિપક્ષની ટીમમાં સૌથી વધુ લડાયક નેતા તરીકેની ઓળખ ધરાવે છે. લોકોના પ્રશ્ને લડત આપતા અને સક્રિય કોર્પોરેટર અને પક્ષમાં સારૂ માન મોભો ધરાવતા દેવશી આહીરને ફરી રિપીટ કર્યા છે. અભ્યાસ માત્ર 5 ધોરણ સુધીનો કર્યો છે.

 

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે આવશે અમદાવાદ, નારણપુરા વોર્ડ ખાતે આવતીકાલે કરશે મતદાન

Next Article