Local Body Poll 2021: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ ઉમેદવારો પર રહેશે લોકોની નજર

|

Feb 20, 2021 | 7:30 PM

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 30 વોર્ડમાં 120 બેઠક માટે મતદાન થવાનું છે. વર્ષ 2015ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના પગલે ભાજપને માત્ર 89 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.

Local Body Poll 2021: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ ઉમેદવારો પર રહેશે લોકોની નજર

Follow us on

Local Body Poll 2021: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 30 વોર્ડમાં 120 બેઠક માટે મતદાન થવાનું છે. વર્ષ 2015ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના પગલે ભાજપને માત્ર 89 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસનો 37 બેઠક પર વિજય થયો હતો. આ વખતની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ ઉમેદવારો પર નજર રહેશે.

 

1) જ્યોતિબેન હેમંતભાઈ પટેલ
સુરતના વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યોતિબેન હેમંતભાઈ પટેલ કે જેમને એચએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યોતિબેન કતારગામ વિસ્તારમાં છેલ્લા 18 વર્ષથી ભાજપના સક્રિય સભ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યારે આ વર્ષે મહાનગરપાલિકા ચૂંટણીમાં તેઓ પોતાનું નસીબ અજમાવશે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

2) નરેન્દ્ર નંદલાલ પાંડવ
સુરતના વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના યુવા ઉમેદવાર નરેન્દ્ર નંદલાલ પાંડવ કે જેઓએ 9 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા 8 વર્ષથી કાર્યરત છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાઈને છેલ્લા 10 વર્ષથી અનેક કાર્યો સફળતાપૂર્વક કરી રહ્યા છે. આ વર્ષે નરેન્દ્ર નંદલાલ પાંડવ વોર્ડ નંબર 7થી પોતાનું નસીબ અજમાવશે.

 

3) પૂજાબેન બાબુ હરસોરા
સુરતના વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર પૂજાબેન બાબુ હરસોરા કે જેઓએ બીએ, એમ.એ. બી.એડ.,એમ.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. સુરતના ગુજરાત ગાર્ડિયન એકાઉન્ટ હેડ તરીકે તેઓ કાર્યરત છે. છેલ્લા 10 વર્ષથી સેવાકીય કાર્યો અત્યંત પ્રભાવી, યશસ્વી અને લોકહિતકારી પ્રવૃતિ સફળતાપૂર્વક કરી રહ્યા છે. આ વર્ષે વોર્ડ નંબર 7થી તેઓ ચૂંટણી લડશે.

 

4) લલીતભાઈ ઘોસાભાઈ વેકરીયા
સુરતના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7ના ઉમેદવાર લલીતભાઈ ઘોસાભાઈ વેકરીયા કે જેઓ સિવિલ એન્જીનિયર છે અને સુરતની ઉત્તર વિધાનસભામાં સક્રિય હતા. ઘણા સમયથી તેઓ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી ચૂક્યા છે. આ વર્ષે લલીતભાઈ વેકરીયા વોર્ડ નંબર 7થી પોતાનું નસીબ અજમાવશે.

 

5) રુપાબેન ભાર્ગવભાઈ પંડ્યા
સુરતના વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવાર રુપાબેન ભાર્ગવભાઈ પંડ્યા કે જેઓ વર્ષોથી ભાજપના કાર્યકર રહી ચૂક્યા છે અને આ વખતે તેઓ સુરતના વોર્ડ નંબર 15થી મહાનગરપાલિકાની ચૂંટણી લડશે.

 

6) મનિષાબેન આહિર
સુરતના વોર્ડ નંબર 15ના ઉમેદવાર મનિષાબેન આહિર કે જેઓએ બીએ સુધી અભ્યાસ કર્યો છે અને વ્યવસાયે તેઓ પત્રકાર હતા. મનિષા આહિર સમાજ સેવા સાથે સંકળાયેલા છે. આ વર્ષે મનિષાબેન આહિર સુરતના વોર્ડ નંબર 15માંથી ભાજપની સીટ પરથી ચૂંટણી લડશે.

 

7) રાજુભાઈ હરજીભાઈ જોળીયા
સુરતના વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવાર રાજુભાઈ હરજીભાઈ જોળીયા છેલ્લા 20 વર્ષથી સક્રિય કામગીરી નિભાવી રહ્યા છે. આ વખતે તેઓ સુરતના વોર્ડ નંબર 15થી ચૂંટણી લડશે.

 

8) ધર્મેશ ભાલાળા
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15થી ભાજપના ઉમેદવાર ધર્મેશ ભાલાળા ચૂંટણી લડશે.

 

9) અસલમ ફિરોજભાઈ સાયકલવાળા
સુરતના વોર્ડ નંબર 19ના કોંગ્રેસના ઉમેદવાર અસલમ ફિરોજભાઈ સાયકલવાળા જેઓ 2015થી 2020 દરમિયાન પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ વખતની ચૂંટણીમાં તેઓને ફરી એક વખત કોંગ્રેસ પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી છે.

 

10) જયેશ હરગોવનભાઈ દેસાઈ
સુરતના વોર્ડ નંબર 19ના કોંગ્રેસના ઉમેદવાર જયેશ હરગોવનભાઈ દેસાઈ એનએસયુઆઈના પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. લોકપ્રિય થયા બાદ તેઓ સુરત શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ બન્યા અને આજ સુધી આ પદ પર તેઓ કાર્યરત છે. જયેશ હરગોવન દેસાઈ સુરતના વોર્ડ નંબર 19થી મહાનગરપાલિકાની ચૂંટણી લડશે.

 

11) શિવાની જનાર્દન શર્મા
સુરતના વોર્ડ નંબર 19ના કોંગ્રેસના ઉમેદવાર શિવાની જનાર્દન શર્મા કે જેઓએ બી.બી.એ, એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ કોંગ્રેસના યુવા ઉમેદવાર છે. આ વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેઓ વોર્ડ નંબર 19થી કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડશે.

 

12) શિતલ હિતેશકુમાર રાણા
સુરતના વોર્ડનંબર 19ના કોંગ્રેસના ઉમેદવાર શિતલ હિતેશકુમાર રાણા કે જેમને બી.એ, એમ.એ, અને પીટીસી સુધીનો અભ્યાસ કર્યો છે. વ્યવસાયે તેઓ શિક્ષક છે. છેલ્લા ઘણાં સમયથી તેઓ રાજકારણમાં સક્રિય છે.

 

આ પણ વાંચો: Local Body Polls 2021: જાણો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કયા ઉમેદવારો પર રહેશે સૌની નજર

Next Article