ખુશ્બુ સુંદરે ભાજપના ઉમેદવાર તરીકે નોંધાવી ઉમેદવારી, 22.55 કરોડની સંપતિની માલિક, માથે 3.45 કરોડનુ દેવુ

|

Mar 19, 2021 | 10:52 AM

તામિલનાડુ વિધાનસભાની થાઉજેડ લાઈટસ બેઠક (Thousand Lights Seat) પરથી ભાજપના ઉમેદવાર તરીકે અભિનેત્રી ખુશ્બુ સુંદરે (Khushbu Sundar) ઉમેદવારી નોંધાવી છે, ખુશ્બુએ પોતાની સંપતિ 22.55 કરોડ દર્શાવી છે

ખુશ્બુ સુંદરે ભાજપના ઉમેદવાર તરીકે નોંધાવી ઉમેદવારી, 22.55 કરોડની સંપતિની માલિક, માથે 3.45 કરોડનુ દેવુ
અભિનેત્રી ખુશ્બુ સુંદરે ભાજપના ઉમેદવાર તરીકે નોંધાવી ઉમેદવારી

Follow us on

તામિલનાડુ વિધાનસભા ચૂંટણી (Tamilnadu Assembly Elections) માટે થાઉજેડ લાઈટ્સ બેઠક (Thousand Lights Seat) પરથી ભાજપના ઉમેદવાર તરીકે અભિનેત્રી ખુશ્બુ સુંદરે (Khushbu Sundar) ઉમેદવારીપત્ર ભર્યું છે. અભિનેત્રી ખુશ્બુ સુંદરે ઉમેદવારીપત્રમાં પોતાની સંપતિ 22 કરોડ 55 લાખ દર્શાવી છે. તામિલનાડુ વિધાનસભાની 234 બેઠક માટેની ચૂંટણી આગામી 6 એપ્રિલે યોજાનાર છે.

ભાજપના તામિલનાડુ પ્રદેશ પ્રમુખ અને ધારાપુરમ બેઠકના ઉમેદવાર એલ મુરુગને ઉમેદવારીપત્ર ભરતા, પોતાની સંપતિ 1.53 કરોડની હોવાનું દર્શાવ્યુ છે. જ્યારે તેમના પત્નિની સંપતિ 1.09 કરોડ દર્શાવી છે.

અભિનેત્રી ખુશ્બુ સુંદરે સ્થાવર મિલ્કત તરીકે, 17.99 કરોડની મિલ્કત હોવાનું દર્શાવ્યું છે. જ્યારે ખુશ્બુ સુંદરના પતિ અને જાણિતા ફ્લિમ નિર્માતા સુંદર સીના નામે સ્થાવર મિલ્કત 16.57 કરોડ દર્શાવી છે. તો ખુશ્બુ સુંદરે તેના અને તેમના પતિ સુંદર સીના સંયુક્ત નામે જંગમ મિલ્કત 6.38 કરોડ દર્શાવી છે. જેમાં ખુશ્બુના નામે 4.55 કરોડ અને તેના પતિ સુંદર સીના નામે 1.83 કરોડ દર્શાવી છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

ખુશ્બુ સુંદરે ઉમેદવારીપત્ર ભરવાની સાથે દાખલ કરેલા એફિડેવિટમાં જાહેર કર્યું છે કે, તેના ઉપર 3.45 કરોડનું દેવુ છે. જ્યારે તેના પતિ ઉપર 5.55 કરોડનું દેવુ છે. ભાજપના આ ઉમેદવાર સામે કુલ ચાર પોલીસ ફરિયાદ થયેલી છે. જે હાલ ન્યાય માટે કોર્ટમાં પડતર છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં, અભિનેત્રી ખુશ્બુ સુંદરે ભાજપમાં જોડાઈને ભગવો ધારણ કર્યો હતો. એ પહેલા ખુશ્બુ સુંદર છ વર્ષ થી કોંગ્રેસ સાથે જોડાયેલ હતી. ભાજપમાં જોડાઈ ત્યારે દરેક પક્ષ પલટો કરનારાની માફક જ ખુશ્બુ સુંદરે પણ કોંગ્રેસ સામે આગ ઓકી હતી.

કોંગ્રેસ એ અહંકાર અને પુરુષ વર્ચસ્વ ધરાવતી રાજકીય પાર્ટી હોવાનું અભિનેત્રી ખુશ્બુ સુંદરે જણાવ્યું હતું. કોંગ્રેસમાં એવુ વિચારવામાં આવે છે કે, મહિલાઓ બુધ્ધિશાળી નથી હોતી.

ખુશ્બુએ 200 ફિલ્મમાં કર્યો છે અભિનય

1980માં હિન્દી ફિલ્મ ધ બર્નિગ ટ્રેનથી ફિલ્મ જગતમાં બાળ કલાકાર તરીકે પ્રવેશ કરનાર ખુશ્બુએ, નસીબ, લાવારીસ, કાલિયા, દર્દ કા રિશ્તા અને બેમિસાલ ફિલ્મમાં અદાકારી કરી હતી. તો 1985માં ફિલ્મ જાનુમાં જેકી શ્રોફની સાથે અપોઝીટ રોલ ભજવ્યો હતો. અને ઉત્તમ અભિનય દાખવ્યો હતો.

ખુશ્બુએ 1990માં દિવાના મુજ સા નહી, મા પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેમાં આમિરખાન અને માધુરી દિક્ષીતની મુખ્ય ભૂમિકા હતી. ખુશ્બુ સુંદરે હિન્દી ઉપરાંત, મલાયલમ, કન્નડ, તેલગુ ફિલ્મમાં પણ અભિનયના ઓજસ પાર્થયા છે.  હિન્દી ઉપરાંત પ્રાદેશીક ભાષામાં કુલ 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

 

 

Next Article