Kerala Assembly Election: કેરળ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ અભિનેતા દેવેન અમિત શાહની હાજરીમાં BJPમાં જોડાયા

|

Mar 07, 2021 | 10:18 PM

Kerala Assembly Election: કેરળમાં એપ્રિલ મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. આજ ક્રમમાં રવિવારે રાજ્યના એક દિવસ પ્રવાસ પર તિરુવનંતપુરમ પહોંચેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભાજપની કેરળ વિજય યાત્રાના સમાપન સમારોહમાં સંબોધન કર્યું હતું.

Kerala Assembly Election: કેરળ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ અભિનેતા દેવેન અમિત શાહની હાજરીમાં BJPમાં જોડાયા

Follow us on

Kerala Assembly Election: કેરળમાં એપ્રિલ મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. આજ ક્રમમાં રવિવારે રાજ્યના એક દિવસ પ્રવાસ પર તિરુવનંતપુરમ પહોંચેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભાજપની કેરળ વિજય યાત્રાના સમાપન સમારોહમાં સંબોધન કર્યું હતું. સાથે જ કેરળ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ તેમજ અભિનેતા દેવેન અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ સાથે અભિનેત્રી રાધા અને પૂર્વ અધિકારી કે.વી. બાલકૃષ્ણન પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

 

કેરળમાં હાલમાં ડાબેરી મોરચાની સરકાર છે. તેનો સામનો કોંગ્રેસની આગેવાનીવાળી યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટનો છે. ભારતીય જનતા પાર્ટી પણ ત્યાં પોતાની જગ્યા બનાવવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહી છે. 4 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન પ્રક્રિયા 27 માર્ચથી શરૂ થશે અને 29 એપ્રિલ સુધીમાં વિવિધ તબક્કામાં પૂર્ણ થશે. પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 29 એપ્રિલ દરમિયાન 8 તબક્કામાં મતદાન થશે, જ્યારે આસામમાં 27 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન ત્રણ તબક્કામાં મતદાન થશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચો: Gujaratમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજવાના સંકેત, વન પ્રધાન રમણ પાટકરે કહ્યું દેશમાં ભાજપ તરફી વાતાવરણ

Next Article