કેજરીવાલ આ મુદ્દાને લઈને 1 માર્ચથી અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ પર બેસશે, કહ્યું દિલ્હી માટે જીવ પણ આપી દઈશ!

|

Feb 24, 2019 | 3:12 AM

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ હવે પોતાના જ રાજ્યમાં ઉપવાસ પર બેસવાની તૈયારી કરી રહ્યાં છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તેવી માગ સાથે કેજરીવાલ ભુખ હડતાલ પર બેસશે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે શનિવારના રોજ કહ્યું કે દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તેની માગ સાથે તેઓ અનિશ્ચીતકાળની હડતાલ પર બેસશે. આ ભુખ હડતાળ તેઓ આગામી પ્રથમ માર્ચથી […]

કેજરીવાલ આ મુદ્દાને લઈને 1 માર્ચથી અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ પર બેસશે, કહ્યું દિલ્હી માટે જીવ પણ આપી દઈશ!

Follow us on

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ હવે પોતાના જ રાજ્યમાં ઉપવાસ પર બેસવાની તૈયારી કરી રહ્યાં છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તેવી માગ સાથે કેજરીવાલ ભુખ હડતાલ પર બેસશે.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે શનિવારના રોજ કહ્યું કે દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તેની માગ સાથે તેઓ અનિશ્ચીતકાળની હડતાલ પર બેસશે. આ ભુખ હડતાળ તેઓ આગામી પ્રથમ માર્ચથી શરુ કરશે અને લોકોને તેના સમર્થનમાં જોડવાનો પ્રયત્ન પણ કરશે.

દિલ્હીમાં કેજરીવાલે કહ્યું કે દિલ્હીના લોકોએ 70માંથી 67 સીટો અમને આપીને અમારા માટે ઘણુબધુ કર્યું છે. અમે કંઈ પણ નહોતા અને આ શહેરના લીધે જ અમે મંત્રી અને નેતા બની શક્યા છીએ. જો આ ઉપકારના બદલામાં મારે પોતાનો જીવ પણ આપી દેવો પડશે તો પણ તે ઓછું કહેવાય. આમ કેજરીવાલ હવે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા ફરીથી જન-આંદોલન કરવાની તૈયારીમાં છે અને નવા મહિનાથી તેઓ આ બાબતે અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેસવા જઈ રહ્યાં છે.

[yop_poll id=1747]

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article