Karnataka Tape Case : જાતીય સતામણીના આરોપ બાદ જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલીએ રાજીનામું આપ્યું

|

Mar 03, 2021 | 5:07 PM

Karnataka Tape Case : રમેશ જારકીહોલી પર એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેમણે નોકરી અપાવવાના બહાને તે મહિલાની જાતીય સતામણી કરી છે.

Karnataka Tape Case : જાતીય સતામણીના આરોપ બાદ જળ સંસાધન  મંત્રી રમેશ જારકીહોલીએ રાજીનામું આપ્યું

Follow us on

Karnataka Tape Case : કર્ણાટકમાં સેક્સ ટેપ મામલે હોબાળો મચ્યો છે. આ ટેપ દ્વારા જળ સંસાધન પ્રધાન રમેશ જરકિહોલી પર જાતીય સતામણીનો આરોપ પણ લાગ્યો. જાતીય સતામણીના આરોપ  બાદ જળ સંસાધન  મંત્રી રમેશ જારકીહોલીએ પોતાના  પદ પરથી રાજીનામું આપી દીધું છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ તેમનું રાજીનામું સ્વીકાર્યું છે અને રાજ્યપાલને મોકલી આપ્યું છે.

સરકારી નોકરીના બહાને જાતીય સતામણીનો આરોપ
રમેશ જારકીહોલી પર એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેમણે નોકરી અપાવવાના બહાને તે મહિલાની જાતીય સતામણી કરી છે. રમેશ જારકીહોલીએ આ મહિલાને કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશનમાં નોકરી અપાવવાનું વચન આપ્યું હતું અને ત્યારબાદ તેમણે આપેલ વચનથી ફરી ગયા.  આ મામલે રમેશ જરકિહોલી  સામે ફરિયાદ પણ નોંધાઈ છે. સામાજિક કાર્યકર અને સિટીઝન હક્ક સમિતિના અધ્યક્ષ દિનેશ કલ્લહલ્લીએ મીડિયામાં આ બાબતે સંબંધિત એક ટેપ જાહેર કરી હતી. આ ટેપ જાહેર થતાં જ કર્ણાટકના રાજકારણમાં ચકચાર માછી ગઈ હતી. 

આરોપો ખોટા  છતાં રાજીનામું આપું છું : રમેશ જારકીહોલી
રમેશ જારકીહોલીએ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામામાં તેમણે લખ્યું કે તેમ પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે, આમ છતાં નિષ્પક્ષ તપાસ માટે રાજીનામું આપી રહ્યો છું. કર્ણાટકમાં આ સેકસ ટેપ બહાર આવતા કર્ણાટકની ભાજપ સરકાર ભારે શરમમાં મુકાઇ છે. એક બાજુ રમેશ જારકીહોલી પોતાના પરના આરોપો નકારી રહ્યાં છે, સાથે જ રમેશ જારકીહોલીના ભાઈ ધારાસભ્ય બાલચંદ્ર જારકીહોલીએ મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાને મળી આ સમગ્ર કેસની CBI તપાસની માંગ કરી છે. 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Next Article