કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ અને ભાજપ વચ્ચે આરપારની રમત, આજે બહુમતી પુરવાર કરવી પડશે

|

Jul 22, 2019 | 6:49 AM

કર્ણાટકમાં લાંબા સમયથી ચાલતી રાજકીય ખેંચતાણ પર આજે પૂર્ણવિરામ લાગી શકે છે. કુમારસ્વામી સરકાર આજે વિધાનસભામાં બહુમતી પુરવાર કરશે. જો કે વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં પહેલાં સ્પીકર રમેશ કુમારે બળવાખોર ધારાસભ્યોને અયોગ્યતાના મુદ્દે નોટિસ મોકલી છે. સ્પીકરે ધારાસભ્યોને 23 જુલાઈએ 11 વાગ્યા સુધીમાં પોતાની ઓફિસમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. આ પણ વાંચોઃ ચંદ્ર તરફ […]

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ અને ભાજપ વચ્ચે આરપારની રમત, આજે બહુમતી પુરવાર કરવી પડશે

Follow us on

કર્ણાટકમાં લાંબા સમયથી ચાલતી રાજકીય ખેંચતાણ પર આજે પૂર્ણવિરામ લાગી શકે છે. કુમારસ્વામી સરકાર આજે વિધાનસભામાં બહુમતી પુરવાર કરશે. જો કે વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં પહેલાં સ્પીકર રમેશ કુમારે બળવાખોર ધારાસભ્યોને અયોગ્યતાના મુદ્દે નોટિસ મોકલી છે. સ્પીકરે ધારાસભ્યોને 23 જુલાઈએ 11 વાગ્યા સુધીમાં પોતાની ઓફિસમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ ચંદ્ર તરફ ભારતની કૂચઃ ચંદ્રયાન-2નું LIVE લોન્ચિંગ જોવા શ્રીહરિકોટા ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

વિશ્વાસ મત માટે આજે વોટિંગ થવાનું છે. આ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય નાગેન્દ્ર જેઓએ હાલમાં હાર્ટ સર્જરી કરાવી છે તેઓ આજે હાજર નહીં રહી શકે. જ્યારે કે સ્પીકરે આજે જ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની આશા વ્યક્ત કરી છે. તો બીજી તરફ શક્તિ પરીક્ષણ પહેલા રાજકીય ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું કે- સરકાર બચાવવા માટે JDS કોઈ પણ ત્યાગ કરવા માટે તૈયાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એટલું જ નહીં એચડી કુમારસ્વામીની પાર્ટી કોંગ્રેસ તરફથી કોઈને મુખ્યમંત્રી બનાવવા માટે પણ તૈયાર છે. ડીકે શિવકુમારના જણાવ્યા મુજબ, JDSએ આ અંગે અમારા હાઈકમાન્ડને પણ જાણ કરી દીધી છે. જો કે સવાલ એ છે કે વિશ્વાસ મત પર મતદાન પહેલા ડીકે શિવકુમારનું આ નિવેદન શું સરકારને બચાવી શકશે. મહત્વનું છે કે- કર્ણાટક વિધાનસભામાં આજે વિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થશે. કર્ણાટકના મુખ્યપ્રધાન એચ.ડી.કુમારસ્વામી પોતાની બહુમતી સાબિત કરવા માટે વિધાનસભા ગૃહમાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. જેના મતદાન બાદ કોંગ્રેસ-જેડીએસની સરકાર ટકશે. કે સરકાર પડી જશે તે નક્કી થઈ જશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article