કર્ણાટક કોંગ્રેસે વેક્સિનની ખરીદી માટે બનાવ્યો 100 કરોડનો પ્લાન, જાણો ક્યાંથી આવશે આટલા નાણા

Karnataka Congress : કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમારે આ જાહેરાત કરી છે.

કર્ણાટક કોંગ્રેસે વેક્સિનની ખરીદી માટે બનાવ્યો 100 કરોડનો પ્લાન, જાણો ક્યાંથી આવશે આટલા નાણા
FILE PHOTO

Karnataka Congress : કર્ણાટક કોંગ્રેસે વેક્સિનની ખરીદી માટે 100 કરોડની ખરીદીનો પ્લાન બનાવ્યો છે. 13 મેં શુક્રવારના દિવસે યોજાયેલી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં નીતિ આયોગના સભ્ય ડો.પૌલે કહ્યું હતું કે વેક્સિનની ખરીદી માટે રાજ્યોએ સ્વાયત્તતાની માંગણી કરી હતી, જે કેન્દ્રએ આપી દીધી છે.એટલે કે રાજ્ય સરકારો પોતાની રીતે વેક્સિન ખરીદી શકશે. પણ કર્ણાટકની આ પહેલી ઘટના છે જેમાં વિપક્ષ કોંગ્રેસ કર્ણાટક સરકારની મદદ કરવાને બદલે સરકારની જેમ જ વેક્સિન ખરીદીનો પ્લાન બનાવી રહી છે.

100 કરોડની ખરીદીનો પ્લાન Karnataka Congress એ શુક્રવારે કહ્યું હતું કે તેણે ઉત્પાદકો પાસેથી સીધી રસી ખરીદવા માટે 100 કરોડ રૂપિયાનો પ્લાન તૈયાર કર્યો છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમારે (DK Shivakumar )આ જાહેરાત કરી છે. ડી.કે.શિવકુમારે જણાવ્યું હતું કે આ 100 કરોડના ભંડોળમાં રૂ.10 કરોડ કોંગ્રેસ તરફથી આવશે અને બાકીના 90 કરોડ તેમના પક્ષના ધારાસભ્ય અને વિધાનપરિષદના સભ્યોના ફંડમાંથી આવી શકે છે.

શિવકુમારે એક નિવેદનમાં કહ્યું, ” કેન્દ્રની મોદી અને રાજ્યની યેદિયુરપ્પા સરકાર મહિનાઓથી કરવામાં નિષ્ફળ રહી હોવાથી હું યેદિયુરપ્પા સરકારને અપીલ કરું છું કે અમને પારદર્શક રીતે સીધી રસી ખરીદવા માટે ધારાસભ્ય અને વિધાનપરિષદના સભ્યોના ભંડોળનો ઉપયોગ કરવાની મંજૂરી આપે.”

કેન્દ્ર અને રાજ્યની મંજુરી જરૂરી Karnataka Congress ના અધ્યક્ષ ડી.કે.શિવકુમારે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામૂહિક રૂપે જાહેર રસીકરણ કરવામાં નિષ્ફળ ગઈ છે, અમે તે જાતે જ કરવા માગીએ છીએ. અમને ફક્ત બે મંજુરીની જરૂર છે. એક કેન્દ્રનો અને બીજી રાજ્ય સરકાર પાસેથી. ભાજપને મારી અપીલ છે કે આમાં રાજકારણને આડે ન આવવા દે અને આત્મનિર્ભર ભારતની ભાવનાથી કોંગ્રેસને સીધી રસી ખરીદવા અને લોકોને રસીના ડોઝ આપવાની મંજુરી આપે.

MLA, MLC, નગરસેવકોના ભંડોળનો ઉપયોગ Karnataka Congress એ શુક્રવારે જાહેરાત કરી તેના સાંસદો, ધારાસભ્યો અને કાઉન્સિલરો તેમના ‘લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડમાંથી કોવિડ-19 વિરોધી વેક્સિન રસી ખરીદવા માટે 100 કરોડ રૂપિયા આપશે. કર્નાટકના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે, સરકાર લોકોને બચાવવા અને તેમને રસી અપાવવામાં રીતે નિષ્ફળ ગઈ છે.તેથી, રાજ્યના કોંગ્રેસના સાંસદો, ધારાસભ્યો અને કાઉન્સિલરો, જેઓ કુલ 95 છે, તેમણે રસી ખરીદવા માટે એક કરોડ રૂપિયા દાન આપવાનો નિર્ણય કર્યો છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati