VIDEO: કર્ણાટકમાં રાજકીય નાટકનો આજે અંત આવશે તે પહેલા વિધાનસભા સદન બન્યું વિશ્રામગૃહ

|

Jul 19, 2019 | 2:48 AM

કર્ણાટકના રાજકીય નાટકનો આજે અંત આવી શકે છે. આજે કુમારસ્વામી સરકારે વિશ્વાસ મત સાબિત કરવો પડશે. જેના માટે રાજ્યપાલ વજુ વાળાએ બપોરના દોઢ વાગ્યા સુધીનો સમય આપ્યો છે. મહત્વનું છે કે, કર્ણાટક વિવાદનો ગઈકાલે પણ અંત નહોતો આવ્યો. No Title#Karnataka: BJP state president BS Yeddyurappa and other BJP MLAs slept inside Vidhana Soudha in Bengaluru. […]

VIDEO: કર્ણાટકમાં રાજકીય નાટકનો આજે અંત આવશે તે પહેલા વિધાનસભા સદન બન્યું વિશ્રામગૃહ

Follow us on

કર્ણાટકના રાજકીય નાટકનો આજે અંત આવી શકે છે. આજે કુમારસ્વામી સરકારે વિશ્વાસ મત સાબિત કરવો પડશે. જેના માટે રાજ્યપાલ વજુ વાળાએ બપોરના દોઢ વાગ્યા સુધીનો સમય આપ્યો છે. મહત્વનું છે કે, કર્ણાટક વિવાદનો ગઈકાલે પણ અંત નહોતો આવ્યો.

આ પણ વાંચોઃ અમદાવાદની કાંકરિયા રાઈડ દૂર્ઘટનામાં થયો મોટો ખૂલાસો, જાણો પોલીસ વિભાગની તપાસમાં શું બહાર આવ્યું?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ડેપ્યુટી સ્પીકરના ગૃહ સ્થગિત કરવાના વિરોધમાં ભાજપે આખી રાત વિધાનસભા ગૃહમાં ધરણા પર બેસવાની જાહેરાત કરી હતી. જે બાદ નારાજ ભાજપના ધારાસભ્યો રાત્રે વિધાનસભામાં જ સૂઈ ગયા હતા. યેદીયુરપ્પા સહિતના ધારાસભ્યો ગૃહમાં પથારી કરીને ઉંઘી ગયા હતા. ધારાસભ્યોએ રાત્રી ભોજન પણ વિધાનસભા ગૃહમાં જ લીધું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે ગુરુવારે મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ દિવસભર ચાલેલી ધમાલ છતાં મતદાન થઈ શક્યું નહોતું. સત્તાધારી પક્ષ વોટિંગમાં સતત વિલંબ થાય તેવું ઈચ્છતા હોવાના આરોપ સાથે ભાજપનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલ વજુ વાળા પાસે પહોંચ્યું હતું. તેમની માંગના આધારે રાજ્યપાલે સ્પીકરને પત્ર લખીને ગુરુવારે જ મતદાન કરવા જણાવ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રાજ્યપાલે આજે બપોરે દોઢ વાગ્યા સુધીમાં વિશ્વાસ મતની કાર્યવાહી પૂરી કરવાનો સમય અપાયો છે. ઉલ્લેખનિય છે કે- 14 મહિના જૂની કર્ણાટક સરકાર પર કોંગ્રેસ અને જેડીએસના 16 ધારાસભ્યોએ રાજીનામા આપતા સંકટ ઊભુ થયું છે.

[yop_poll id=”1″]

Next Article