VIDEO: ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર, 5 તબક્કામાં યોજાશે મતદાન

|

Nov 16, 2019 | 2:22 PM

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીનો શંખ વાગી ગયો છે. ચૂંટણી પંચના અધ્યક્ષ સુનિલ અરોરાએ આ અંગે જાહેરાત કરી છે. 5 તબક્કામાં મતદાનનું આયોજન કરાયું છે. જાહેરાતની સાથે આચારસંહિતા પણ લાગુ કરી દેવાઈ છે. આજથી રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે. ચૂંટણી પંચે કહ્યું કે, તેમણે પુરતી તૈયારી કરી છે. 30 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. જ્યારે 7 […]

VIDEO: ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર, 5 તબક્કામાં યોજાશે મતદાન

Follow us on

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીનો શંખ વાગી ગયો છે. ચૂંટણી પંચના અધ્યક્ષ સુનિલ અરોરાએ આ અંગે જાહેરાત કરી છે. 5 તબક્કામાં મતદાનનું આયોજન કરાયું છે. જાહેરાતની સાથે આચારસંહિતા પણ લાગુ કરી દેવાઈ છે. આજથી રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે. ચૂંટણી પંચે કહ્યું કે, તેમણે પુરતી તૈયારી કરી છે. 30 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. જ્યારે 7 ડિસેમ્બરે બીજા, 12 ડિસેમ્બરે ત્રીજા, 16 ડિસેમ્બરે ચોથા જ્યારે 20 ડિસેમ્બરે પાંચમા તબક્કાનું મતદાન થશે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે કોંગ્રેસ સરકાર બનાવશે આ મામલે સુશિલ કુમાર શિંદેનો જવાબ

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

મહત્વનું છે કે, ઝારખંડ વિધાનસભાનો કાર્યકાલ 5 જાન્યુઆરી 2020ના દિવસે પૂરો થઈ રહ્યો છે. જે પહેલા નવી સરકારનું ગઠન કરી દેવાશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ 5 તબક્કામાં મતદાન યોજાયું હતું. 81 બેઠકની વિધાનસભામાં ભાજપ અને આજસૂનું (All Jharkhand Students Union) ગઠબંધન છે. ભાજપ 72 બેઠક પર ચૂંટણી લડ્યું હતું. અને 37 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે ભાજપની સહયોગી પાર્ટી 8 બેઠક પર ચૂંટણી લડી હતી. જેમાંથી 5 સીટ પર જીત મેળવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઝારખંડમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓ હારી ગયા છે. જેમાં મુખ્યપ્રધાનના ઉમેદવાર અર્જુન મુંડા, તત્કાલીન મુખ્યપ્રધાન હેમંત સોરેન, પૂર્વ મુખ્યપ્રધાન બાબુલાલ મરાંડ પૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડા, આજસૂ અધ્યક્ષ અને પૂર્વ ઉપમુખ્યપ્રધાન સુદેશ મહતો હારી ગયા હતા. ચૂંટણી પછી ઝારખંડ વિકાસ મોર્ચા(પ્રજાતાંત્રિક)ના 6 ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા. જેથી ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં વધારો થયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે એવી સંભાવના લગાવવામાં આવી રહી હતી કે, ચૂંટણીપંચ ઝારખંડની સાથે દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પણ કરી શકે છે. પરંતુ ચૂંટણી પંચ દ્વારા માત્ર ઝારખંડની જાહેરાત કરવામાં આવી છે. જો કે દિલ્હી વિધાનસભા ચૂંટણીનો કાર્યકાલ 22 ફેબ્રુઆરીના દિવસે પુરો થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:48 pm, Fri, 1 November 19

Next Article