Gujarati NewsPoliticsJasdan by poll first round of vote counting begins at model school in jasdan
કોણ જીતશે જસદણ? જસદણ પેટાચૂંટણીની મતગણતરી શરૂ!
ગુજરાતની જે એક બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો તે જસદણની પેટા ચૂંટણીનું આજે પરિણામ આવશે. જસદણમાં 20 ડિસેમ્બરે મતદાન થયું હતું અને 2.32 લાખ મતદારોમાંથી 71.23 ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે હવે એક લાખ 65 હજાર 325 મતની ગણતરી હાથ ધરાશે. 14 ટેબલ પર મતોની ગણતરી છે જે માટે 19 રાઉન્ડ યોજાશે. […]
Follow us on
ગુજરાતની જે એક બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો તે જસદણની પેટા ચૂંટણીનું આજે પરિણામ આવશે. જસદણમાં 20 ડિસેમ્બરે મતદાન થયું હતું અને 2.32 લાખ મતદારોમાંથી 71.23 ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ત્યારે હવે એક લાખ 65 હજાર 325 મતની ગણતરી હાથ ધરાશે. 14 ટેબલ પર મતોની ગણતરી છે જે માટે 19 રાઉન્ડ યોજાશે. જસદણની પેટાચૂંટણીમાં પોસ્ટલ બેલેટથી મતદાન થયું નથી જેથી એવું મનાઈ રહ્યું છે કે, પરિણામ વહેલું આવશે. સવારે 8 વાગ્યાથી મતોની ગણતરી શરૂ થઈ જશે અને મધ્યાહન થતા પહેલા પરિણામ આવી જાય તેવી શક્યતાઓ છે. ભાજપના કુંવરજી બાવળિયા કે કોંગ્રેસના અવસર નાકિયા? બંનેમાંથી કોણ જસદણના ધારાસભ્ય બનશે તેનો આજે ફેંસલો આવી જશે!
કુંવરજી બાવળિયા અને અવસર નાકિયાના ભાવીનો આવતીકાલે ફેંસલો
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.