PM MODI પર ટીપ્પણી કરનાર હેમંત સોરેનને જગન મોહન રેડ્ડીએ આપી સલાહ, “આ સમય એકબીજા પર આંગળી ચીંધવાનો નથી”

|

May 07, 2021 | 6:03 PM

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન JAGAN MOHAN RADDY એ ટ્વીટ કરીને ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનને સલાહ આપી છે.

PM MODI પર ટીપ્પણી કરનાર હેમંત સોરેનને જગન મોહન રેડ્ડીએ આપી સલાહ, આ સમય એકબીજા પર આંગળી ચીંધવાનો નથી
FILE PHOTO

Follow us on

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રાજ્યોના મુખ્યપ્રધાનોને બોલાવ્યા અને કોરોના સંકટ વિશે ચર્ચા કરી. આમાંના એક, ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને આ ચર્ચા વિશે એક ટ્વીટ કર્યું હતું, જેણે હવે ખળભળાટ મચાવ્યો છે. PM MODI પર ટીપ્પણી કરનાર હેમંત સોરેનને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી (JAGAN MOHAN RADDY) એ સલાહ આપી છે.

હેમંત સોરેનને જગન મોહન રેડ્ડીએ આપી સલાહ
વડાપ્રધાન મોદી સાથેની ટેલીફોનીક વાત પર ટીપ્પણી કરનારા ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન, કેન્દ્ર સરકારના પ્રધાનો સહિત ઘણા મોટા નેતાઓએ હવે સોશિયલ મીડિયા પર હેમંત સોરેનને જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડી (JAGAN MOHAN RADDY) એ પણ હેમંત સોરેનને સલાહ આપી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

JAGAN MOHAN RADDY એ ટ્વીટ કર્યું, “મારા મનમાં તમારા માટે ઘણું માન છે, પરંતુ એક ભાઈ તરીકે હું તમને વિનંતી કરીશ કે, આપણા મતભેદોને ધ્યાનમાં લીધા વિના, આ પ્રકારની રાજનીતિમાં શામેલ થવું ફક્ત આપણા રાષ્ટ્રને નબળું પાડશે. કોવિડ-19 સામેની આ લડાઈમાં એકબીજા પર આંગળી ચિંધવાનો સમય નથી, પણ સાથે મળીને રોગચાળાને અસરકારક રીતે લડવા માટે આપણા વડાપ્રધાનના હાથ મજબૂત કરવાનો સમય છે.”

હેમંત સોરેને આ ટીપ્પણી કરી હતી
ગુરૂવારે રાત્રે PM MODI એ હેમંત સોરેન સાથે રાજ્યની કોવિડ -19 પરિસ્થિતિ વિશે વાત કરી હતી. વાતચીત બાદ મુખ્યપ્રધાન હેમંત સોરેને ટ્વિટ કર્યું કે પીએમ મોદીએ વાતચીત દરમિયાન ફક્ત ‘મન કી બાત’ કરી. મુખ્યપ્રધાન હેમંત સોરેને ટ્વીટ કર્યું, “જો તેઓ મહત્વપૂર્ણ બાબતો પર સાંભળ્યા અને બોલ્યા હોત તો સારું હોત.”

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન, આસામના મુખ્યપ્રધાન હેમંત બીસવા સરમા સહીત અનેક નેતાઓએ ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનની આ ટીપ્પણીને વખોડી છે.

Next Article