ચીનની સત્તા સામે પડેલા અલીબાબા ગૃપનાં જેક મા ગાયબ, Jack Maનો બે મહિનાથી ગાયબ મોડ ઓન

|

Jan 04, 2021 | 2:07 PM

ચીની અરબપતિ અને ઇ કોમર્સ કંપની અલીબાબા અને આંટ ગ્રૃપના માલિક Jack Ma છેલ્લા 2 મહિનાથી ગાયબ છે, ચીની સરકાર અને રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિશાના પર આવ્યા બાદથી જ Jack Ma કોઇ પણ સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળ્યા નથી, હાલમાં તેમની કંપની પર વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતા પણ Jack Ma તરફથી કોઇ […]

ચીનની સત્તા સામે પડેલા અલીબાબા ગૃપનાં જેક મા ગાયબ, Jack Maનો બે મહિનાથી ગાયબ મોડ ઓન

Follow us on

ચીની અરબપતિ અને ઇ કોમર્સ કંપની અલીબાબા અને આંટ ગ્રૃપના માલિક Jack Ma છેલ્લા 2 મહિનાથી ગાયબ છે, ચીની સરકાર અને રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિશાના પર આવ્યા બાદથી જ Jack Ma કોઇ પણ સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળ્યા નથી, હાલમાં તેમની કંપની પર વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતા પણ Jack Ma તરફથી કોઇ પણ પ્રતિક્રીયા આવી રહી નથી, Jack Maનું આમ અચાનક ગાયબ થવુ એ ઘણા સંદેહ પેદા કરે છે.

Jack Ma ચીનના ઘણા સાર્વજનિક કાર્યક્રમોમાં જોવા મળતા હતા, તે પોતાના મોટીવેશનલ ભાષણ દ્વારા યુવાનોને પ્રેરિત કરતા હતા, ગયા વર્ષે શાંઘાઇમાં એક કાર્યક્રમ દરમિયાન ચીનના વ્યાજખોર વિત્તીય નિયામકો અને સરકારી બેંકની તીખી આલોચના કરી હતી તેમજ સરકાર અને સિસ્ટમમાં બદલાવ લાવવાની વાત કરી હતી જેના બાદથી જ Jack Ma સરકારની નજરમાં આવી ગયા હતા, આ ભાષણ સાંભળી ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ભડકી અને ત્યારબાદ Jack Ma ના ખરાબ દિવસો ચાલુ થઇ ગયા, તેમની કંપની વિરુદ્ધ તપાસ ચાલુ કરી દીધી, ગત વર્ષે નવેંબરમાં તેમના આંટ ગ્રૃપના 37 અરબ ડૉલરના IPO ને નિલંબીત કરી દીધા હતા

રિપોર્ટ પ્રમાણે Jack Ma ગત બે મહિનામાં કેટલાક કાર્યક્રમોમાં ગેસ્ટ તરીકે સામેલ થવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમનુ નામ ગેસ્ટ લિસ્ટમાંથી હટાવી દેવાયુ, ગત વર્ષે બે મોટા ટીવી શૉ Den-style અને show Africa’s Business Heroesમાં તેઓ ગેસ્ટ તરીકે સામેલ થવાના હતા પણ પછી અચાનક જ તેમનુ નામ ગાયબ થઇ ગયુ અને પોસ્ટર પરથી પણ તેમનો ફોટો હટાવી દેવામાં આવ્યો.

એક મિડીયા રિપોર્ટ પ્રમાણે આંટ ગ્રૃપના IPO ને નિલંબીત કરવા પાછળ સીધો રાષ્ટ્રપતિ જિનપિંગનો આદેશ જવાબદાર હતો, Jack Maને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે જ્યા સુધી તેમની કંપનીઓની તપાસ પૂર્ણ ન થાય ત્યા સુધી તેઓ ચીનની બહાર નહી જાય. તો સવાલ ઉઠે છે કે જો Jack Ma ચીનમાં જ છે તો તે સામે કેમ નથી આવી રહ્યા, પ્રતિક્રિયા કેમ નથી આપી રહ્યા ?

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Next Article