ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર મિસાઈલ હુમલો, ઈરાનનો દાવો 80 લોકોના મોત

|

Jan 08, 2020 | 6:43 AM

ઈરાકમાં અમેરિકી સેનાના અનેક ઠેકાણે ઈરાન દ્વારા મિસાઈલ હુમલો કરાયો છે. જેમાં દાવા પ્રમાણે 80 લોકોની મોત થઈ છે. આ 80 લોકોમાં 20 અમેરિકી સૈનિક પણ છે. આ દાવો ઈરાની મીડિયા દ્વારા કરાયો છે. ઈરાની સેન્ય કમાન્ડર કાસિમ સુલેમાનની હત્યા પછી મંગળવારે મોડી રાત્રે ઈરાન દ્વારા ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણે હુમલો કરાયો હતો. માહિતી પ્રમાણે […]

ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર મિસાઈલ હુમલો, ઈરાનનો દાવો 80 લોકોના મોત

Follow us on

ઈરાકમાં અમેરિકી સેનાના અનેક ઠેકાણે ઈરાન દ્વારા મિસાઈલ હુમલો કરાયો છે. જેમાં દાવા પ્રમાણે 80 લોકોની મોત થઈ છે. આ 80 લોકોમાં 20 અમેરિકી સૈનિક પણ છે. આ દાવો ઈરાની મીડિયા દ્વારા કરાયો છે. ઈરાની સેન્ય કમાન્ડર કાસિમ સુલેમાનની હત્યા પછી મંગળવારે મોડી રાત્રે ઈરાન દ્વારા ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણે હુમલો કરાયો હતો.

માહિતી પ્રમાણે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસે અમેરિકી એરબેઝ પર હુમલો કર્યો છે. જે ઓપરેશનનું નામ ‘શહીદ સુલેમાની’ રાખવામાં આવ્યું હતું. એક ડઝન કરતા વધારે બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી. આ ઘટના પછી ઈરાનના એટમ પ્લાન્ટ પર સુરક્ષા પણ વધારી દેવાઈ છે. કારણ કે, અમેરિકા આ જગ્યાને નિશાન બનાવી શકે છે. આ સાથે એ દેશ પણ નિશાન બની શકે છે. જ્યાં અમેરિકી સેનાના ઠેકાણા છે. આ ઘટનાક્રમ વચ્ચે કેનેડાએ ઈરાકમાંથી પોતાના સેન્યને કુવૈત મોકલવાનો વિચાર કર્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મોટી વિમાન દુર્ઘટના

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે ઈરાનની રાજધાની તેહરાન સ્થિત ઈમામ ખુમૈની અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક વિમાન ક્રેશ થયું છે. આ વિમાન યુક્રેનનું હતું. જેમાં સવાર 170 યાત્રીકોના મોત નિપજ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article