ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કહે છે, મારા પૂત્ર સાથે મહિલા પોલીસ કર્મીએ ગેરવર્તણૂક કરી છે, તટસ્થ તપાસ કરાવો, ચૂંટણીઓ આવે છે મને બદનામ કરવાનું રાજકીય ષંડયંત્ર હોઈ શકે છે

ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કહે છે, મારા પૂત્ર સાથે મહિલા પોલીસ કર્મીએ ગેરવર્તણૂક કરી છે, તટસ્થ તપાસ કરાવો, ચૂંટણીઓ આવે છે મને બદનામ કરવાનું રાજકીય ષંડયંત્ર હોઈ શકે છે

ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ ટીવી9 ગુજરાતીને આપેલી વિશેષ મુલાકાતમાં આક્ષેપ કર્યો છે કે, તેમના પૂત્ર પ્રકાશ કાનાણી સાથે મહિલા પોલીસ કર્મીએ ગેરવર્તણૂક કરી છે. મહિલા પોલીસ કર્મીએ સ્થળ ઉપર પ્રકાશ કાનાણી અને તેના મિત્રો સાથે કરેલા ગાળાગાળીનો ઓડીયો અને વિડીયો એડીટ કરીને વાયરલ કરાયેલ છે. મારા પૂત્રે કાયદાનો ભંગ કર્યો છે. તેની સામે કાનુની કાર્યવાહી કરવા કહ્યું હતું. બની શકે આ મુદ્દે રાજકારણ પણ રમાયુ હોઈ શકે છે. જે કોઈ લોકપ્રિય હોય તેને ખતમ કરી નાખો પછી આપણે લડીશુ. સૌરાષ્ટ્રમાંથી કુમાર કાનાણીને ખતમ કરી નાખવાની રાજનિતી હોઈ શકે છે. સમગ્ર મામલાની યોગ્ય તપાસ કરવાની માંગણી કરી છે. મહિલા પોલીસ કર્મી સુનિતા યાદવની કામગીરી બાબતે શુ કહ્યું કુમાર કાનાણીએ, જુઓ વિડીયો.

Click on your DTH Provider to Add TV9 Gujarati