વિશ્વમાં ભારતની બોલબાલા વધી, ડિજીટલ નાણાંકીય વ્યવહારથી ભ્રષ્ટાચાર-કાળુનાણુ ઘટ્યુઃ મોદી

|

Feb 17, 2021 | 3:37 PM

Nasscomના ફોરમને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત પ્રત્યે આજે વિશ્લભરની નજર બદલાઈ ગઈ છે. પહેલા કરતા પણ વધુ ભરોસા અને વિશ્વાસથી ભારત તરફ લોકો જોઈ રહ્યાં છે. ડીજીટલથી થઈ રહેલ નાણાકીય વ્યવહારથી ભ્રષ્ટાચાર-કાળુનાણુ ઘટ્યુ છે.

વિશ્વમાં ભારતની બોલબાલા વધી, ડિજીટલ નાણાંકીય વ્યવહારથી ભ્રષ્ટાચાર-કાળુનાણુ ઘટ્યુઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Follow us on

નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝના ( Nasscom ) ટેકનોલોજી એન્ડ લિડરશીપ ફોરમને ( NTLF ) વિડીયો કોન્ફરન્સથી સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ એવો સમય છે કે, જ્યારે સમગ્ર વિશ્વ ભારત પ્રત્યે પહેલા કરતા પણ વધુ આશા અને ભરોસાથી જોઈ રહ્યું છે. કોરોનાકાળ દરમિયાન ભારતના જ્ઞાન વિજ્ઞાન અને આપણી ટેકનોલોજીએ સાબિત કરી દિધુ છે. આજે દુનિયાના અનેક દેશને મેડ ઈન ઈન્ડિયા વેક્સિન આપી રહ્યા છીએ. આજે ભારતમાં ડીજીટલથી થઈ રહેલા નાણાકીય વ્યવહારથી ભ્રષ્ટાચાર અને કાળુઘન બન્ને ઓછુ થયુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારતના મોટા સેન્ટર આજે દેશના ટાયર 2 અને ટાયર 3 કક્ષાના શહેરોમાં પણ જોવા મળી રહ્યાં છે. નાના શહેરોના યુવાનો ઈનોવેટરના રૂપમાં સામે આવી રહ્યા છે. જેના કારણે સરકાર પણ નાના શહેરોમાં વધુ સારી આંતરમાળખાકીય સુવિધા વિકસાવવા ઉપર ભાર મૂકી રહી છે.
આંતરમાળખાકીય સુવિધા સાથે જોડાયેલા કે ગરીબોના ઘરને જીઓ ટેગીગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે તે નિર્ધારિત સમયગાળામાં પૂર્ણ કરી શકાય. ગામડાઓમાં ઘરનુ મેપિગ પણ ડ્રોનથી કરવામાં આવી રહ્યું છે. જે ટેક્સ જેવા મુદ્દે માનવ દખલ ઓછી થઈ શકે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ટેક ઈન્ડસ્ટ્રીઝને ભારત સરકાર બિનજરૂરી બંધનોથી મુક્ત રાખવા માંગે છે. તેના માટે પ્રયાસો પણ થઈ રહ્યાં છે. ભારતના આઈટી સેકટરે કેટલાક વર્ષો પહેલા વિશ્વમાં પોતાનું સ્થાન મજબુત કરી દીધુ હતું. સરકાર દ્વારા આઈટી સેકટરને કાયદાની કોઈ હેરાનગતી ના થાય તેના ઉપર ભાર અપાઈ રહ્યો છે.

Published On - 3:02 pm, Wed, 17 February 21

Next Article