1 ફેબ્રુઆરીએ મોદી આપશે BIG GIFT, શું તમે મધ્યમ વર્ગની CATEGORYમાં આવો છો ? જો હા, તો મળશે DOUBLE ફાયદો !

|

Jan 15, 2019 | 9:13 AM

લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે, પણ ચૂંટણી પહેલા મોદી સરકાર સામાન્ય લોકો એટલે મધ્યમ વર્ગના લોકોને આપી શકે છે મોટી ભેટ. મોદી સરકારની આ ગિફ્ટ સીધો જ બહોળા મધ્યમ વર્ગના લોકોને ફાયદો પહોંચાડશે. હકીકતમાં સરકાર આવકવેરા મુક્તિ મર્યાદા વધારવા અંગે વિચારણા કરી રહી છે. તેનો સીધો લાભ તે લોકોને મળશે કે જેમની […]

1 ફેબ્રુઆરીએ મોદી આપશે BIG GIFT, શું તમે મધ્યમ વર્ગની CATEGORYમાં આવો છો ? જો હા, તો મળશે DOUBLE ફાયદો !

Follow us on

લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે, પણ ચૂંટણી પહેલા મોદી સરકાર સામાન્ય લોકો એટલે મધ્યમ વર્ગના લોકોને આપી શકે છે મોટી ભેટ.

મોદી સરકારની આ ગિફ્ટ સીધો જ બહોળા મધ્યમ વર્ગના લોકોને ફાયદો પહોંચાડશે. હકીકતમાં સરકાર આવકવેરા મુક્તિ મર્યાદા વધારવા અંગે વિચારણા કરી રહી છે. તેનો સીધો લાભ તે લોકોને મળશે કે જેમની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા સુધી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આવો જોઇએ કે કઈ રીતે મોદી સરકારના આ મોટા ઉપહારનો સીધો અને બમણો ફાયદો મળવાનો છે ?

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ નાણા પ્રધાન અરુણ જેટલી મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરવાના છે. જોકે આ વચગાળાનું બજેટ હશે કે જે 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. આ બજેટમાં નાણા પ્રધાન મધ્યમ વર્ગને મોટી રાહત આપતાં આવકવેરા મુક્તિની મર્યાદા વધારીને બમણી કરી શકે છે.

હાલમાં આવકવેરા મુક્તિ મર્યાદા 2.50 લાખ રૂપિયા છે એટલે કે અઢી લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોએ આવકવેરો ચુકવવો પડે છે, પણ જો આ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દે, તો મધ્યમ વર્ગના લાખો લોકોએ ટૅક્સ ચુકવવો નહીં પડે.

આ પણ વાંચો : Alert : 20-21 જાન્યુઆરીએ શું સ્ત્રીઓ માટે ઘાતક ‘વરુ’ બની જશે પૂનમનો ચાંદ ? સગર્ભાઓએ તો ભૂલથી પણ આકાશ તરફ ન જોવું ! જાણો શું છે BLOOD WOLF MOON ?

નોંધનીય છે કે હાલમાં અઢી લાખથી ઓછી આવક ધરાવતા લોકો ટૅક્સના દાયરામાં નથી આવતાં, જ્યારે 2.50 લાખથી 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ પોતાની આવકનો 5 ટકા ટૅક્સ ચુકવવો પડે છે.

પણ કામ જરા મુશ્કેલ છે !

સરકારી સૂત્રોએ જણાવ્યું કે ટૅક્સ સ્લૅબ સુવ્યવસ્થિત કરવાનું આયોજન કરાયું છે. આ ટૅક્સ સ્લૅપ કોઈ પણ પરિસ્થિતિમાં આગામી ડાયરેક્ટ ટૅક્સ કોડને અનુરૂપ નહીં હોય. જોકે તેમાં સમસ્યાઓ પણ આવી શકે છે. હકીકતમાં ડાયરેક્ટ ટૅક્સ કોડ રિપોર્ટ આવતા પહેલા બજેટ રજૂ થશે. રિપોર્ટ આવતા પહેલા ટૅક્સ સ્લૅબ છંછેડવો વિવાદાસ્પદ બની જશે. નવા ડાયરેક્ટ ટૅક્સ કોડના દાયરામાં વધુમાં વધુ કર નિર્ધારતી (એસેસી)ને ટૅક્સ સ્લૅબમાં લાવવાની કોશિશ કરાશે.

આ પણ વાંચો : તમે પણ પીએમ મોદીને રૂબરૂ મળી શકો, સપનું થઈ શકે સાકાર, બસ આટલી ‘યોગ્યતા’ હોવી જોઇએ

મધ્યમ વર્ગ માટે વધુ એક ગિફ્ટ

સરકારે 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારાઓ માટે વધુ એક ઉપહાર આપવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ સરકારે ગયા વર્ષે 5 લાખ રૂપિયાની આવક ધરાવનારાઓ માટે વાર્ષિક 15,00 રૂપિયા સુધી મેડિકલ ખર્ચ અને 19,200 રૂપિયા સુધીના ટ્રાંસપોર્ટેશન ભથ્થાઓ હટાવી તેની જગ્યાએ 20,000 રૂપિયાની સ્ટાંડર્ડ કપાત લાવી હતી, પણ સરકાર ફરીથી જૂનું સ્ટ્રક્ચર લાવી શકે છે. એટલે કે મેડિકલ ખર્ચ અને ટ્રાંસપોર્ટેશન ભથ્થાનું સ્ટ્રક્ચર ફરીથી લાવી શકાય છે. આનાથી મધ્યમ વર્ગને બહુ મોટો ફાયદો તો નહીં થાય, પણ તેમનો ઉત્સાહ જરૂર વધશે.

[yop_poll id=611]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article