AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તર પ્રદેશમાં ‘બુઆ’ની મુશ્કેલીમાં વધારો, ED દ્વારા 6 સ્થાનો પર 1400 કરોડના સ્મારક કૌભાંડના મામલે પાડવામાં આવ્યા દરોડા

ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીની સરકારના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા સ્મારક કૌભાંડ પર ED (ઈન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ) દ્વારા મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે. તાજેતરના ઘટનાક્રમમાં માયાવતી સરકારના કાર્યકાળમાં કથિત 14 અબજના સ્મારક કૌભાંડમાં EDએ બીએસપી અધ્યક્ષાના નજીકનાઓ વિરૂદ્ધ કાર્યવાહી આરંભી છે. આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ અને એનસીઆરમાં 6 સ્થાનો પર અચનાક જ દરોડા પાડવામાં આવ્યા […]

ઉત્તર પ્રદેશમાં 'બુઆ'ની મુશ્કેલીમાં વધારો, ED દ્વારા 6 સ્થાનો પર 1400 કરોડના સ્મારક કૌભાંડના મામલે પાડવામાં આવ્યા દરોડા
Follow Us:
| Updated on: Jan 31, 2019 | 11:07 AM

ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીની સરકારના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા સ્મારક કૌભાંડ પર ED (ઈન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ) દ્વારા મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે. તાજેતરના ઘટનાક્રમમાં માયાવતી સરકારના કાર્યકાળમાં કથિત 14 અબજના સ્મારક કૌભાંડમાં EDએ બીએસપી અધ્યક્ષાના નજીકનાઓ વિરૂદ્ધ કાર્યવાહી આરંભી છે. આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ અને એનસીઆરમાં 6 સ્થાનો પર અચનાક જ દરોડા પાડવામાં આવ્યા

EDએ 1400 કરોડના સ્મારક કૌભાંડની તપાસ હાથ ધરી હતી. તપાસ માટે વિજિલન્સમાં સાત ઈન્સ્પેક્ટરની એક એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિજિલન્સ ટીમે રજુ કરેલા સમગ્ર રિપોર્ટ મળ્યા બાદ EDએ આ કાર્યવાહી હાથ ધરી છે.

ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો

લોકસભાની ચૂંટણી પહેલા SP અને BSP પર સંકટ

લોકસભાની ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીએ બસપા સુપ્રીમો સાથે હાથ મિલાવ્યા છે તેના જ કાર્યકાળમાં સ્મારક કૌભાંડની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી હતી. એસપીના જ કાર્યકાળમાં સ્મારક કૌભાંડમાં ગોમતી નગરમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. જોકે તપાસમાં પ્રારંભીક ઝડપ બાદ તેના પર અકળ કારણોસર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું છે.

મની લોન્ડરીંગની પણ શક્યતા

EDના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિજિલન્સને તપાસમાં સ્મારક કૌભાંડ અંતર્ગત મની લોન્ડરીંગના પુરાવાઓ હાથ લાગ્યા છે. આ પુરાવાઓ એકત્ર કર્યા બાદ EDએ સ્મારક કૌભાંડ સાથે જોડાયેલી એજન્સીઓ અને નિર્માણ નિગમના એંજિનિયરો સહિત અનેકની તપાસ આદરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કાર્યવાહીમાં EDનું નિશાન પથ્થરો પુરા પાડવા સાથે સંકળાયેલી કંપની હોઈ શકે છે.

આ મામલે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં આંબેડકર સ્મારક પરિવર્તન સ્થળ લખનૌ, માન્યવર કાંશીરામ સ્મારક સ્થળ, ગૌતમબુદ્ધ ઉપવન, ઈકો પાર્ક, નોએડા આંબેડકર પાર્ક, રામબાઈ આંબેડકર મેદાન સ્મૃતિ ઉપવન વગેરેના નિર્માણમાં 14 અબજ 10 કરોડ 83 લાખ 43 હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

[yop_poll id=”940″]

g clip-path="url(#clip0_868_265)">