ગાંધી પરિવારના નેતૃત્વમાં તૂટી કોંગ્રેસ, 4 વર્ષમાં 170 ધારાસભ્યોએ છોડી પાર્ટી

|

Mar 11, 2021 | 6:58 PM

ADRના એક રિપોર્ટ મુજબ 2016 થી 2020 દરમિયાન 170 જેટલા ધારાસભ્યોએ Congress પાર્ટી છોડી છે.

ગાંધી પરિવારના નેતૃત્વમાં તૂટી કોંગ્રેસ, 4 વર્ષમાં 170 ધારાસભ્યોએ છોડી પાર્ટી

Follow us on

Congress પાર્ટી પરના ADRના એક રિપોર્ટે ગાંધી પરિવારની ઊંઘ હરામ કરી નાખી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, પીસી ચાકો, ચૌધરી બિરેન્દ્ર સિંહ, રીટા બહુગુણા જોશી આ મોટા નામો છે જેમણે કોંગ્રેસ છોડી દીધી છે. પણ કોંગ્રેસ નેતાઓ દ્વારા કોંગ્રેસ છોડવાની યાદી  બહુ લાંબી છે અને આ અંગેના એક રિપોર્ટથી કોંગ્રેસનું નેતૃત્વ કરી રહેલ ગાંધી પરિવાર ચિંતામાં ડૂબ્યું છે. 

4  વર્ષમાં 170 ધારાસભ્યોએ છોડી કોંગ્રેસ 
અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના એક રિપોર્ટ મુજબ 2016 થી 2020 દરમિયાન 170 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટી છોડી છે. ADRના રિપોર્ટ મુજબ, વર્ષ 2016 થી 2020 વચ્ચે ફરીથી ચૂંટણી લડનારા 405 ધારાસભ્યોમાંથી, 182 ધારાસભ્યો ભાજપમાં, 38 કોંગ્રેસમાં અને 25 તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)માં જોડાયા હતા. આ ચાર વર્ષ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ સૌથી મોટી સંખ્યામાં એટલે જે 170 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટી છોડી છે. જયારે સામે ભાજપના માત્ર 18 ધારાસભ્યોએ પાર્ટી છોડી.

ધારાસભ્યોના તૂટવાથી કોંગ્રેસની સરકાર તૂટી
ADRના રિપોર્ટ મુજબ વર્ષ 2016 થી 2020 વચ્ચે કોંગ્રેસના170 ધારાસભ્યોએ પાર્ટી છોડી જેના કારણે ગોવા, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને  મણિપુરમાં કોંગ્રેસની  સરકાર પડી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કોંગ્રેસના 7 રાજ્યસભા સાંસદોએ  પાર્ટી છોડી
ADRના રિપોર્ટ મુજબ વર્ષ 2016 થી 2020 વચ્ચે કોંગ્રેસના 7 રાજ્યસભા સાંસદોએ પાર્ટી છોડી, તો ભાજપના 5 લોકસભા સાંસદોએ પાર્ટી છોડી.  2016 થી 2020 દરમિયાન કુલ 16 રાજ્યસભા સાંસદોમાંથી 10 સાંસદોએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી. 

કોંગ્રેસ માટે હવે G-23 બન્યું માથાનો દુખાવો
જ્યોતિરાદિત્ય સિંધિયા, પીસી ચાકો, ચૌધરી બિરેન્દ્ર સિંહ, રીટા બહુગુણા જોશી જેવા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી અને હાલમાં કેરળમાં ચૂંટણી પહેલા જ પીસી ચાકોએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. એક બાજુ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, તો કોંગ્રેસમાં પણ આંતરિક ઘમાસાણ શરૂ છે. નારાજ નેતાઓનું જૂથ  G-23 સતત પાર્ટીની નીતિઓ પર સવાલ ઉભા કરી રહ્યું છે અને હાઈકમાન પર નિશાન સાધી રહ્યું છે. એડીઆરનો રિપોર્ટ અને આ બધી બાબતો સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ માટે ચિંતાજનક છે.

Next Article