Haryana Trust Vote: BJP-JJP ગઠબંધન સરકારે વિશ્વાસ મત જીત્યો, ખટ્ટર સરકારને કોઈ આંચ નહીં

|

Mar 10, 2021 | 9:52 PM

Haryana Trust Vote: કોંગ્રેસે બુધવારે હરિયાણા વિધાનસભામાં BJP-JJP ગઠબંધન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. મતદાન પછી હરિયાણાની ખટ્ટર સરકારે વિશ્વાસ મત (Trust Vote) જીતી લીધો છે, એટલે કે ખટ્ટર સરકારને કોઈ આંચ આવી નથી.

Haryana Trust Vote: BJP-JJP ગઠબંધન સરકારે વિશ્વાસ મત જીત્યો, ખટ્ટર સરકારને કોઈ આંચ નહીં

Follow us on

Haryana Trust Vote: કોંગ્રેસે બુધવારે હરિયાણા વિધાનસભામાં BJP-JJP ગઠબંધન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. મતદાન પછી હરિયાણાની ખટ્ટર સરકારે વિશ્વાસ મત (Trust Vote) જીતી લીધો છે, એટલે કે ખટ્ટર સરકારને કોઈ આંચ આવી નથી.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સરકારના પક્ષમાં જરૂર કરતાં 11 મત વધારે પડ્યા 
ખેડૂત આંદોલનને લઈને  હરિયાણામાં  BJPની સહયોગી પાર્ટી JJPના  ધારાસભ્યો પર અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો આપવા દબાણ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં સરકાર માટે મુશ્કેલી ભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભાજપ-જેજેપી ગઠબંધન સરકારને વિશ્વાસ મત માટે 44  મતોની જરૂર હતી, જેમાં વિશ્વાસ મતની પ્રક્રિયામાં 55 મતો સરકારની તરફેણમાં પડ્યા હતા, જ્યારે 32 મતો સરકારની વિરુદ્ધમાં પડ્યા હતા.

 

 

CM ખટ્ટરે કહ્યું – અવિશ્વાસ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે
હરિયાણા વિધાનસભામાં અવિશ્વાસ મતની પ્રક્રિયા પહેલા મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અવિશ્વાસ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે, જો તમને કંઈક ગમતું નથી તો અવિશ્વાસ લાવો. કોંગ્રેસ સંગઠનમાં પણ અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. અવિશ્વાસની પદ્ધતિથી કોંગ્રેસને ફાયદો નહીં થાય, વિશ્વાસથી જ ફાયદો થશે. કોંગ્રેસ પાર્ટીમાં પણ અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. કેરળમાં કોંગ્રેસ નેતા પીસી ચાકોએ આજે જ ​​પાર્ટી છોડી દીધી. ક્યારેક G-23 હોય છે તો ક્યારેક સુરજેવાલા અને હૂડા વચ્ચે અવિશ્વાસ હોય છે. 

 

આ પણ વાંચો: Gujarat: કોંગ્રેસ યોજશે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા, કાર્યકરોમાં પ્રાણ ફૂંકવાના પ્રયાસ

Next Article