રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલની ધરપકડ બાદ 24 જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

|

Jan 18, 2020 | 5:38 PM

રાજદ્રોહના કેસમાં કોર્ટમાં હાજર ન રહેવા બદલ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. અને મોડી રાત્રે જ જજસાહેબના ઘરે હાજર કરાયો હતો. જ્યા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ અપાયો છે. આગામી 24 જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાશે. અમદાવાદ : હાર્દિક પટેલને 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો,હાર્દિક પટેલને સાયબર ક્રાઈમની ટીમે જજના […]

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલની ધરપકડ બાદ 24 જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

Follow us on

રાજદ્રોહના કેસમાં કોર્ટમાં હાજર ન રહેવા બદલ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. અને મોડી રાત્રે જ જજસાહેબના ઘરે હાજર કરાયો હતો. જ્યા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ અપાયો છે. આગામી 24 જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાશે.

વિરમગામ નજીક આવેલા હાંસલપુર ચોકડી પાસેથી સાયબર ક્રાઇમે હાર્દિક પટેલની ધરપકડ કરી. મહત્વપૂર્ણ છે કે પાછલી કેટલીક મુદતથી હાર્દિક પટેલ સતત કોર્ટમાં ગેરહાજર રહેતો હતો. જેથી કોર્ટે હાર્દિક પટેલ વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યું હતું. અને વોરંટ ઇસ્યુ કર્યાના માત્ર 6 જ કલાકમાં હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે 54 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો ગાંધીનગરથી કોને મળી ટિકિટ

હાર્દિક પટેલન ધરપકડ કર્યા બાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે લવાયો હતો. જે બાદ જજ સાહેબના ઘરે હાજર કરાયો છે. જોકે હાર્દિક પટેલની ધરપકડ થતાં કોંગ્રેસી નેતાઓમાં પણ દોડધામ મચી ગઇ હતી. તો નિખીલ સવાણી પણ હાર્દિક પટેલના હાલ જાણવા ક્રાઇમ બ્રાંચ પહોંચ્યો હતો. જ્યાં નિખીલ સવાણીએ હાર્દિકનો પક્ષ લઇને સરકાર પર પોલીસ વિભાગના દૂરઉપયોગનો આરોપ મુક્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની ધરપકડ થયા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડ઼ાએ ટ્વીટ કર્યું. અને હાર્દિક વિરૂદ્ધ પોલીસે કરેલી કાર્યવાહીને વખોડી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article