Gujarat : CM વિજય રૂપાણીનું રાજીનામું, ગુજરાતના નવા CM તરીકે કોણ ? પાટીદાર નેતાઓની થશે પસંદગી ?

|

Sep 11, 2021 | 8:03 PM

ગુજરાતના સીએમ પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે આ અંગે વિજય રૂપાણીએ પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેવી ચર્ચા તેજ બની છે.

Gujarat : CM વિજય રૂપાણીનું રાજીનામું, ગુજરાતના નવા CM તરીકે કોણ ? પાટીદાર નેતાઓની થશે પસંદગી ?
Gujarat: Who is the new CM of Gujarat? Patidar leaders will be selected?

Follow us on

ગુજરાતના સીએમ પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે આ અંગે વિજય રૂપાણીએ પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેવી ચર્ચા તેજ બની છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર છે. હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે, તેને લઈને સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, મોવડી મંડળ નક્કી કરશે.

પહેલુ નામ મનસુખ માંડવિયા

મળતી જાણકારી પ્રમાણે, આ રેસમાં સૌથી પહેલું નામ મનસુખ માંડવીયાનું છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી પાટીદાર નેતા હોવાની પ્રબળ શક્યતાઓ દેખાઇ રહી છે. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું નામ સૌથી પહેલું હોવાની સંભાવનાઓ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મનસુખ લક્ષ્મણભાઈ માંડવિયા (જન્મ 1 જૂન 1972) એક ભારતીય રાજકારણી છે જે હાલમાં ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય પણ છે.

બીજું નામ પરુષોત્તમ રૂપાલા

આ રેસમાં પરૂષોત્તમ રૂપાલાનું નામ પણ ચર્ચામાં છે. રૂપાલા પાટીદાર સમાજના મોભાદાર નેતા છે. આ ઉપરાંત, રૂપાલા પોતાની આક્રમક શૈલીઓ માટે જાણીતા છે. જેથી તેમને પણ પાટીદાર સીએમના રૂપમાં જોવામાં આવી રહ્યાં છે.

રૂપાલા (જન્મ 1 ઓક્ટોબર 1954) એક ભારતીય રાજકારણી છે અને બીજા મોદી મંત્રાલયમાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી છે. તેઓ રાજ્યસભાના સભ્ય છે, જે ભારતીય રાજ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તેઓ અમરેલીથી ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ સભ્ય હતા અને અગાઉ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી.

ત્રીજું નામ ગોરધન ઝડફિયા
આ ઉપરાંત, ત્રીજા પાટીદાર નેતા તરીકે ગોરધન ઝડફિયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. એટલે કે ગુજરાતના નવા પાટીદાર મુખ્યમંત્રી તરીકે ગોરધન ઝડફિયાનું નામ પણ રેસમાં હોવાની સંભાવનાઓ છે.

ગોરધન ઝાડાફિયા (જન્મ 20 જૂન 1954) ગુજરાત, ભારતના એક ભારતીય રાજકારણી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા પહેલા તેઓ 15 વર્ષ સુધી વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતા હતા. તેમણે અમદાવાદ શહેરમાં ભાજપના મહામંત્રી તરીકે સેવા આપી હતી. અને 1995-97 અને 1998-2002 દરમિયાન બે વખત ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

સી.આર.પાટીલ પણ રેસમાં

એટલું જ નહીં, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નામ પણ રેસમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. નોંધનીય છેકે સી.આર.પાટીલ પણ આડકતરી રીતે પાટીદાર નેતા જ કહેવાઇ રહ્યાં છે. કારણ કે મરાઠી સમાજમાં પાટિલ પાટીદાર કોમ્યુનિટીમાં આવે છે.

પાટીલનો જન્મ મહારાષ્ટ્રના જલગાંવમાં થયો હતો. તેમણે આઇટીઆઇ, સુરત ખાતે શાળા પછીની તકનીકી તાલીમ મેળવી. ચંદ્રકાંત રઘુનાથ પાટિલ ભારતની 17 મી લોકસભાના સભ્ય છે. તેમણે ગુજરાતના નવસારી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2019 માં, તેમણે 689,668 મતોના રેકોર્ડ માર્જિનથી ચૂંટણી જીતી

શું નીતિન પટેલની નારાજગી દુર કરાશે ?

આ સાથે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ પણ છે. નોંધનીય છેકે ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના રાજીનામાના સમયે નીતિન પટેલનું નામ રેસમાં સૌથી આગળ હતું. પરંતુ, રાતોરાત નવા સીએમ તરીકે વિજય રૂપાણીની જાહેરાત થઇ હતી. એ સમયે નીતિન પટેલની નારાજગી પણ છત્તી થઇ હતી. જેથી મનાઇ રહ્યું છેકે આ વખતે નીતિન પટેલને સીએમનું પદ આપવામાં આવી શકે છે.

નીતિનભાઈ પટેલનો જન્મ 22 જૂન 1956 ના રોજ વિસનગરમાં થયો હતો. તેમણે બી.કોમના બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યો. અને છોડી દીધું. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેમણે કપાસ અને તેલના કારખાનાઓમાં કામ કર્યું.

તેઓ 5 ઓગસ્ટ 2016 થી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય, તબીબી શિક્ષણ, કુટુંબ કલ્યાણ, માર્ગ અને મકાન, મૂડી પ્રોજેક્ટ તરીકે સેવા આપે છે. તેઓ અગાઉ પાણી પુરવઠા, જળ સંસાધન (કલ્પસર વિભાગ સિવાય), શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રી હતા.

હાલ તો ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પાટીદાર નેતાઓના નામ ચર્ચામાં આવી રહ્યાં છે. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ આખરે કોની પસંદગી કરે છે તે તો સમય જ બતાવશે.

Published On - 4:09 pm, Sat, 11 September 21

Next Article