Gujarat Municipal Election 2021 : JAMNAGARના વોર્ડ નં-6માં ભાજપ-કૉંગ્રેસને આંચકો, બસપાએ 3 બેઠકો કબજે કરી

|

Feb 23, 2021 | 4:50 PM

Gujarat Municipal Election 2021 : જામનગરના વોર્ડ નંબર 6માં 3 બેઠક જીતી બસપાએ બાજી મારી છે. વોર્ડ નંબર 6માં ભાજપ અને કૉંગ્રેસ બંને માટે આંચકારૂપ પરિણામ આવ્યા.

Gujarat Municipal Election 2021 : JAMNAGARના વોર્ડ નં-6માં ભાજપ-કૉંગ્રેસને આંચકો, બસપાએ 3 બેઠકો કબજે કરી

Follow us on

Gujarat Municipal Election 2021 :

જામનગરના વોર્ડ નંબર 6માં 3 બેઠક જીતી બસપાએ બાજી મારી છે. વોર્ડ નંબર 6માં ભાજપ અને કૉંગ્રેસ બંને માટે આંચકારૂપ પરિણામ આવ્યા. 4માંથી 3 બેઠકો પર બસપાની જીત થઈ છે. તો એક બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે.

વોર્ડ નંબર 6માં બસપાના ઉમેદવાર ફુરકાન શેખ, જ્યોતિબેન ભારવાડિયા અને રાહુલ રાયધનની જીત થઈ છે. તો ભાજપના મહિલા ઉમેદવાર જશુબા ઝાલાનો વિજય થયો છે. ભાજપના રમાબેન ચાવડા, ભાયાભાઈ ડેર અને દીપકસિંહ ચૌહાણે હારનો સામનો કરવો પડ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વોર્ડ નંબર 6માં ભાજપે નવા માપદંડોના આધારે રમાબેન ચાવડા સિવાય ત્રણ નવા ચહેરાઓને ટિકિટ આપી હતી. ચાર ઉમેદવારમાંથી ફક્ત જયુબા ઝાલા જ જીત મેળવી છે.તો બીજી તરફ ભાજપે ટિકિટ ના આપતા નારાજ થઈ રાજીનામુ આપી બસપામાંથી ચૂંટણી લડનારા જ્યોતિબેન ભારવાડિયાની જીત થઈ છે.

Next Article