Gujarat Municipal Election 2021 : રાજકોટમાં 25 વર્ષમાં કોંગ્રેસનો સૌથી મોટો પરાજય, જુઓ છેલ્લે કયારે મેળવી હતી સત્તા

|

Feb 23, 2021 | 10:51 PM

Gujarat Municipal Election 2021 :રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં 72 પૈકી 68 બેઠક પર ભાજપની જીત થઇ છે.

Gujarat Municipal Election 2021 : રાજકોટમાં 25 વર્ષમાં કોંગ્રેસનો સૌથી મોટો પરાજય,  જુઓ છેલ્લે કયારે મેળવી હતી સત્તા

Follow us on

Gujarat Municipal Election 2021 :
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં 72 પૈકી 68 બેઠક પર ભાજપની જીત થઇ છે. જ્યારે માત્ર 4 બેઠક કોંગ્રેસે મેળવી છે. તો આપ અને અપક્ષનો રાજકોટમાં સફાયો થઈ ગયો છે.

1995માં માંડ 1 બેઠક મળી હતી, 2021માં ફરી ઇતિહાસનું પુનરાવર્તન

આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિ-પાંખીયો જંગ ખેલાયો હતો. અને આ જંગમાં આપના અન્ડર કરંટે સીધી રીતે ભાજપને ફાયદો અને કોંગ્રેસને નુકસાન પહોચાડ્યું છે. છેલ્લા 25 વર્ષમાં કોંગ્રેસને આ વખતે સૌથી મોટો પરાજય મળ્યો છે. 1995માં માંડ 1 બેઠક મળી હતી. આ જ ઇતિહાસનું ફરી 2021માં પુનરાવર્તન થયું છે. રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં માત્ર એક વખત કોંગ્રેસને સત્તા મળી છે. તે સિવાયનો ઇતિહાસ ભાજપ સાથે જોડાયેલો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

1974માં સરકારે મનપાને સુપરસીડ કરતા વહીવટદાર નિમાયા

19 નવેમ્બર 1973ના રોજ નગરપાલિકાના પ્રથમ બોર્ડમાં 51 સભ્યની નિયુકિત કરાતા પ્રથમ મેયર તરીકે રમેશભાઇ છાયાની નિયુક્તિ કરાઇ હતી. 27 ફેબ્રુઆરી 1974માં સરકારે મનપાને સુપરસીડ કરતા વહીવટદાર આવ્યા હતા. અને પ્રથમ સામાન્ય ચૂંટણી 19ઓક્ટોબર 1975ના રોજ યોજાઇ હતી. તે વખતે 18 વોર્ડમાં ચૂંટાયેલા 51 કોર્પોરેટરમાં 32 જનતા મોરચાના અને 19 કોંગ્રેસના સભ્યો હતા. ચૂંટાયેલી બોડીના પ્રથમ મેયર તરીકે અરવિંદભાઇ મણીયારે કામ કર્યુ હતું. તે બાદ 25 જાન્યુઆરી 1981ના રોજ બીજી ચૂંટણીમાં ભાજપના 26 અને કોંગ્રેસના 25 કોર્પોરેટર હતા.

2000માં કોંગ્રેસે સત્તા હાંસલ કરી

25 જાન્યુઆરી 1987ના રોજ ત્રીજી ચૂંટણીમાં 18 વોર્ડના 59 કોર્પોરેટરમાં 32 ભાજપ અને 27 કોંગ્રેસ, 12 જૂન 1995ની ચોથી ચૂંટણીમાં 20 વોર્ડના 60 કોર્પોરેટરમાં 59 ભાજપ અને એક કોંગ્રેસના સભ્ય હતા. 19 સપ્ટેમ્બર 2000ના રોજની પાંચમી ચૂંટણીમાં 23 વોર્ડના 69 કોર્પોરેટરમાં 44 કોંગ્રેસ અને 25 બેઠક ભાજપને મળતા પહેલી વખત ભાજપ વિપક્ષમાં બેઠો હતો. કોંગ્રેસના પ્રથમ મેયર તરીકે 2000થી 2003 સુધી અશોકભાઇ ડાંગરે કામ કર્યુ હતું.

2015માં કોંગ્રેસને 4 બેઠકથી સત્તા ગુમાવી

11 ડિસેમ્બર 2005ના રોજ ફરી ચૂંટણી થતા ભાજપના 59 અને કોંગ્રેસના 10 કોર્પોરેટર ચૂંટાયા હતા. અને વનવાસ બાદ ફરી ભાજપ સત્તા પર આવતા 2005થી 2008ની ટર્મમાં મેયર ધનસુખ ભંડેરી હતા. 2010ની ચૂંટણીમાં ભાજપના 58 અને કોંગ્રેસના 10 કોર્પોરેટર હતા. તા.31 નવેમ્બર 2015ના રોજ યોજાયેલી ચૂંટણીમાં 18 વોર્ડના 72 કોર્પોરેટરમાં ભાજપને 38 અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી.

Published On - 10:03 pm, Tue, 23 February 21

Next Article