Gujarat Municipal Election 2021 : JAMNAGARમાં ભાજપના 3 મુસ્લિમ ઉમેદવારોની હાર, વોર્ડ નં-1નો ગઢ જાળવવામાં કૉંગ્રેસ સફળ

|

Feb 23, 2021 | 4:56 PM

Gujarat Municipal Election 2021 : જામનગરમાં કૉંગેસના ગઢ સમાન વોર્ડ નં- 1માં કૉંગ્રેસની જીત થઈ છે. અહીં ભાજપે 3 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. જે ત્રણેયની હાર થઈ થઈ છે.

Gujarat Municipal Election 2021 : JAMNAGARમાં ભાજપના 3 મુસ્લિમ ઉમેદવારોની હાર, વોર્ડ નં-1નો ગઢ જાળવવામાં કૉંગ્રેસ સફળ

Follow us on

Gujarat Municipal Election 2021 :

જામનગરમાં કૉંગેસના ગઢ સમાન વોર્ડ નં- 1માં કૉંગ્રેસની જીત થઈ છે. અહીં ભાજપે 3 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. જે ત્રણેયની હાર થઈ થઈ છે. તો ભાજપના અન્ય યુવા મહિલા ઉમેદવારની પણ હાર થઇ છે.

વોર્ડ નંબર 1માં કૉંગ્રેસના નુરમામદ પાલેજા, કાસમ જોખિયા, સમજુ પારિયા અને જુબેદાબેન નોતિયારની જીત થઈ છે. તો ભાજપના મનિષાબેન બાબરિયા, હુસેના સંઘાર, ઉમર ચમડીયા અને ફિરોઝ પટણીની હાર થઈ છે. જામનગર શહેરમાં આ ચૂંટણીમાં ભાજપે કુલ 5 મુસ્લિમ ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. જેમાં વોર્ડ નંબર 1માં ત્રણ ઉમેદવારો હતો. જે તમામની હાર થઈ છે. ઉમર ચમડિયા અને હુસેનાબેન સંઘાર 2017 વિધાનસભા ચૂંટણી સમયે કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ભાજપે આ બંને ઉમેદવારોને ટિકિટ આપી હતી જો કે, આ બંને ફરી જીતવામા નિષ્ફળ રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વોર્ડ નં-13માં ભાજપની પેનલ તૂટી

જામનગરના વોર્ડ નંબર 13માં ભાજપની પેનલ તૂટી છે. 4માંથી 3 બેઠક પર ભાજપના તો એક બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે. વોર્ડ નં 13માં વિજેતા થયેલા ઉમેદવારની વાત કરીએ તો, ભાજપના પ્રવીણાબેન રૂપડીયા, બબીતાબેન લાલવાણી અને કેતન નાખવાની જીત થઈ છે. જ્યારે એક બેઠક કૉંગ્રેસના ફાળે ગઈ છે. કૉંગ્રેસના ધવલ સુરેશભાઈ નંદાની જીત થઈ છે. તો ભાજપના મોહિત મંગીની હાર થઈ છે.

વોર્ડ નં 5માં કરશન કરમુરની હાર

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નવા માપદંડોથી નારાજ થઈ કમળનો સાથ છોડી ‘આપ’નુ ઝાડુ પકડનાર પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરની હાર થઈ છે. વોર્ડ નંબર 5માં મતગણતરીની શરૂઆત થતા કરશન કરમુરે લીડ મેળવી હતી. જો કે મતગણતરીના અંત સુધી લીડ જાળવવામા તેઓ નિષ્ફળ રહ્યા હતા. વોર્ડ નંબર 5માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના બીનાબેન કોઠારી, સરોજબેન વિરાણી, કિશનભાઈ માડમ અને આશિષ જોશીની જીત થઈ છે.

Published On - 4:56 pm, Tue, 23 February 21

Next Article