GUJARAT : સોમવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થશે : સૂત્ર

|

Jan 20, 2021 | 10:45 AM

GUJARAT : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ હવે જલ્દીથી જાહેર થશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ જાહેરાત સોમવારે થશે.

GUJARAT : સોમવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થશે : સૂત્ર
EVM ફાઇલ તસ્વીર

Follow us on

GUJARAT : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ હવે જલ્દીથી જાહેર થશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ જાહેરાત સોમવારે થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવાર સુધી પોતાના ભરચક કાર્યક્રમોનું શિડ્યુલ બનાવ્યું છે. તેથી તે પછી તરત જ ચૂંટણીઓ જાહેર થઇ જશે. વિવિધ કાર્યક્રમોમાં હાજર રહી શકાય તે હેતુથી રૂપાણીએ બુધવારે મળનારી કેબિનેટ બેઠક પણ રદ્દ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટે અગાઉ 21 તારીખે ચૂંટણી જાહેર થાય તેવું નક્કી હતું. પરંતુ હવે તે કેટલાંક વહીવટી કારણોસર સોમવાર સુધીમાં અટકયું છે. ચૂંટણી પંચે EVM કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને જણાવ્યું હતું કે તેમને વધુ 7થી8 હજાર જેટલાં EVM બનાવી આપે. પરંતુ કોરોનાકાળને કારણે હાલ કંપનીના પ્રોડક્શન પર અસર થઇ હોવાથી ગુજરાતને નવા ઇવીએમ ફાળવી શકાશે નહીં તેવું જણાવાયું છે. 2015 પહેલાં યોજાયેલી ચૂંટણી દરમિયાન મળેલા 21,500 જેટલાં EVMથી જ કામ ચલાવવું પડશે. આ તરફ આ ઇવીએમ સાથે વીવીપેટ મૂકાય તેવી પણ હવે કોઇ શક્યતા નથી, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 25 ફેબ્રુઆરી સુધીમાં મતદાન પણ પૂર્ણ થઈ જશે. મહામારીને પગલે રાજ્ય ચૂંટણી પંચે તમામ ચૂંટણીઓની મુદ્દતમાં ત્રણ માસનો વધારો કર્યો હતો. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની મુદત 2020માં પૂર્ણ થઇ છે.

Published On - 10:44 am, Wed, 20 January 21

Next Article