ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ ચિંતાજનક, TB કરતાં AIDSના દર્દીઓની સંખ્યા વધારે

|

Jul 22, 2019 | 11:29 AM

ગુજરતમાં આરોગ્યને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી છે. ગુજરાતની વિધાનસભામાં બોરસદના ધારાસભ્યે એક પ્રશ્ન પૂછ્યો હતો જેમાં રાજ્ય સરકાર વતી જવાબમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં એઈડ્સના દર્દીઓની સંખ્યા ટીબીના દર્દીઓ કરતાં વધારે છે. વિધાનસભામાં બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના જવાબમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો કે ગુજરાતમાં ટીબીના દર્દીઓની સંખ્યા 82,662 છે જ્યારે તેની સામે એઈડ્સના […]

ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ ચિંતાજનક, TB કરતાં AIDSના દર્દીઓની સંખ્યા વધારે

Follow us on

ગુજરતમાં આરોગ્યને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી છે. ગુજરાતની વિધાનસભામાં બોરસદના ધારાસભ્યે એક પ્રશ્ન પૂછ્યો હતો જેમાં રાજ્ય સરકાર વતી જવાબમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં એઈડ્સના દર્દીઓની સંખ્યા ટીબીના દર્દીઓ કરતાં વધારે છે.

વિધાનસભામાં બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના જવાબમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો કે ગુજરાતમાં ટીબીના દર્દીઓની સંખ્યા 82,662 છે જ્યારે તેની સામે એઈડ્સના દર્દીઓની સંખ્યા 1,20,866 છે. ધારાસભ્યે માત્ર આ સવાલ જ નહોતો પૂછ્યો પણ ગુજરાતમાં આરોગ્યની સ્થિતિનો પણ ખ્યાલ જણાવવા કહ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અમદાવાદના જિલ્લામાં સૌથી વધારે એઈડ્સના દર્દીઓ છે. અમદાવાદમાં એઈડ્સના દર્દીઓની સંખ્યા 22,877 છે. અમદાવાદ બાદ સૌથી વધારે દર્દીઓની સંખ્યા સુરત શહેરમાં છે. ગુજરાતમાં મોરબીમાં સૌથી ઓછા એઈડ્સના દર્દીઓ નોંધાયા છે. જેની સંખ્યા 729 છે. રાજ્યમાં આ આંકડાઓ સરકાર માટે ચિંતાજનક છે કારણ કે ટીબીના કેસ કરતાં તો વધારે કેસ એઈડ્સના ગુજરાતમાં નોંધાયા છે.

નીતિ આયોગની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતને સૌથી વધારે ટીબીના દર્દીઓ ધરાવતું રાજ્ય ગણાવવામાં આવ્યું છે. એક લાખ લોકોની સંખ્યામાં 224 લોકો ટીબીના રોગથી પીડાઈ રહ્યાં છે.

Next Article