VIDEO: સોશિયલ મીડિયા પર ચલાવેલા ટ્રેન્ડને લઈને મુખ્યપ્રધાન ભાજપ IT સેલથી નારાજ, સોશિયલ મીડિયા કન્વીનરને આપ્યો ઠપકો

|

May 26, 2020 | 8:35 AM

ગુજરાતમાં સતત વધતો કોરોનાના સંકટને લઈને સરકાર સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. રાજ્યમાં થતા ટેસ્ટિંગ સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે સરકારનો બચાવ કરવા માટે હવે ભાજપનું આઈટી સેલ મેદાને પડ્યું છે. તેમણે પોતાની ભૂલને છુપાવવા માટે હવે સ્ટોપ ટાર્ગેટિંગ ગુજરાત નામે ટ્રેન્ડ શરૂ કર્યો છે. જેમા તેમણે અન્ય કોઈ નહીં પરંતુ મીડિયાને […]

VIDEO: સોશિયલ મીડિયા પર ચલાવેલા ટ્રેન્ડને લઈને મુખ્યપ્રધાન ભાજપ IT સેલથી નારાજ, સોશિયલ મીડિયા કન્વીનરને આપ્યો ઠપકો

Follow us on

ગુજરાતમાં સતત વધતો કોરોનાના સંકટને લઈને સરકાર સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. રાજ્યમાં થતા ટેસ્ટિંગ સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે સરકારનો બચાવ કરવા માટે હવે ભાજપનું આઈટી સેલ મેદાને પડ્યું છે. તેમણે પોતાની ભૂલને છુપાવવા માટે હવે સ્ટોપ ટાર્ગેટિંગ ગુજરાત નામે ટ્રેન્ડ શરૂ કર્યો છે. જેમા તેમણે અન્ય કોઈ નહીં પરંતુ મીડિયાને જ કોરોનાના સંકટ માટે દોષી ગણાવી દીધું છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો: VIDEO: અંબાજીના ગબ્બર વાળા ચુંદડીવાળા માતાજીનું નિધન, 28 મેના રોજ અપાશે સમાધી

ભાજપના એક બાદ એક નેતાઓ અને આગેવાનો ટ્વિટ કરીને મીડિયા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ હોય, ડે. મેયર દિનેશ મકવાણા હોય કે પછી પંકજ શુક્લા એક બાદ એક તમામ નેતાઓએ ટ્વિટ કરવાના શરૂ કરી દીધા. જેમા તેમણે મીડિયા પર ભ્રામક સમાચાર ફેલાવવાનો આરોપ લગાવી દીધો. સાથે જ ખાનગી લેબોરેટરીમાં પણ નિયમોનો ભંગ થતો હોવાનો આક્ષેપ કર્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 જોકે સમગ્ર બાબતે વિવાદ શરૂ થઈ જતા નેતાઓ પોતે ટ્વિટ ન કર્યું હોવાનું જણાવીને બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.. પહેલા તો એકસાથે ભાજપના તમામ લોકોએ ટ્વિટ કરી દીધા.. અને હવે તેઓ ટ્વિટ માટે પણ બીજાને દોષી ગણાવે છે. પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી બીજાએ ટ્વિટ કર્યું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.. ત્યારે સીધો સવાલ ઉઠે છે કે, કોઈ એક નેતાનું ટ્વિટર એકાઉન્ટ બીજાએ ઓપરેટ કર્યું હોય.. પરંતુ એકસાથે તમામ નેતાઓના ટ્વિટ અન્ય લોકો કઈ રીતે કરી શકે.. વળી ગુજરાતમાં કોરોનાના ટેસ્ક ઓછા થઈ રહ્યા છે.. દિવસે ને દિવસે ટેસ્ટિંગની સંખ્યા વધારવાની જગ્યાએ ઘટી રહી છે.. તેના પર જવાબ આપવાની જગ્યાએ તેઓ મીડિયાને જ દોષી ગણાવે છે.. શું ગુજરાતમાં કોરોનાના કેસ વધવામાં મીડિયા જવાબદાર છે..? ભાજપ પોતાની સરકારનો બચાવ કરવામાં મીડિયાને દોષ આપે તે કેટલું યોગ્ય છે ? કેમ કે હાલ સરકારના નહીં પરંતુ ગુજરાતનો બચાવ કરવાનો છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article