1લી ઓક્ટોબરે પીએમ મોદીના હસ્તે અમૃત 2.૦ મિશનનો પ્રારંભ, રાજયનાં 31 અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો હાથ ધરાશે

|

Sep 29, 2021 | 5:43 PM

પ્રવકતા મંત્રીઓએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રીના ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશનના મંત્રને સાકાર કરવા અને ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ પરિવારોની આર્થિક સ્થિતિને સક્ષમ બનાવવા ગુજરાતમાં આ વર્ષે ગાંધીજયંતિ 2 ઓકટોબરથી 3 ઓકટોબર દરમ્યાન 20 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય (રિબેટ) અપાશે.

1લી ઓક્ટોબરે પીએમ મોદીના હસ્તે અમૃત 2.૦ મિશનનો પ્રારંભ, રાજયનાં 31 અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો હાથ ધરાશે
Gandhinagar: PM Modi launches Amrut 2.0 mission on October 1, underground sewerage works to be carried out in 31 Amrut cities of the state

Follow us on

તા. 1 લી અને 2 ઓકટોબરે રાજ્યમાં શાળા, કોલેજ, એન.એસ.એસ છાત્રો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સરકારના અધિકારી-કર્મચારીઓ જાહેર સ્થળોએ સફાઇ ઝૂંબેશ, પ્લોગીંગ ડ્રાઇવ ઉપાડશે. એટલું જ નહિ, મહાનગરો અને નગરોમાં તમામ કચેરીઓમાં સ્વચ્છતા શપથ પણ લેવડાવાશે.

કલીન ઇન્ડીયા કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાલ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે અને તેનો પૂનરાવર્તિત, પૂન: ઉપયોગ અને વપરાશ ઘટાડવા અંગે જનજાગૃતિ કેળવવામાં આવશે તેમ પણ જિતુભાઇ વાઘાણીએ ઉમેર્યુ હતું

પ્રવકતા મંત્રીઓએ કહ્યું કે, આ જનભાગીદારી ઝૂંબેશ અન્વયે ગામડા, નગરો, મહાનગરોમાં પરંપરાગત જળસ્ત્રોતોની જાળવણી માટે પાણીની ટાંકીઓ, કૂવાઓ જળાશયોની સફાઇ હાથ ધરાવાની છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ કલીન ઇન્ડીયા કાર્યક્રમમાં ગામડાઓના બ્યૂટિફિકેશનના કામો પણ લોકભાગીદારી પ્રેરિત કરીને હાથ ધરવામાં આવશે. તદઅનુસાર, સ્મારકો, ધરોહર સ્થળો, સમુદાય કેન્દ્રો, શાળા, પંચાયત વગેરેની ઇમારતોની જાળવણી અને બ્યૂટિફિકેશનના કામો હાથ ધરાશે.

શિક્ષણ મંત્રીએ સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ નો જે એકશન પ્લાન ભારત સરકારે ઘડયો છે તેમાં સસ્ટેઇનેબલ સેનિટેશન, ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર, સસ્ટેઇનેબલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, કેપેસિટી બિલ્ડીંગ તેમજ સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવી એક જનઆંદોલનના રૂપમાં વિસ્તારવાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું
.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં આ એકશન પ્લાન મુજબ સ્વચ્છતાના કામો વિશાળ પાયે હાથ ધરવાના આયોજનની વિસ્તૃત ચર્ચા રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં હાથ ધરાઇ હતી તેમ તેમણે ઉમેર્યુ હતું. તા. 1 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમૃત ૨.૦ મિશન નો પણ દેશભરમાં શુભારંભ કરવાના છે. ગુજરાત રાજ્ય અમૃત ૧.૦ મિશનમાં ૮૦.૭૫ ગુણાંક સાથે ત્રીજા ક્રમાંકે રહ્યું છે. જે ગુજરાત સરકારની શહેરી વિકાસની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

અમૃત ૨.૦ યોજનાનો હવે પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ યોજના અંતર્ગત ગુજરાતના 31 અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો અને રાજ્યના તમામ શહેરોમાં પાણી પુરવઠાના કામો કરવામાં આવશે, તેની વિગતો તેમણે આપી હતી.

અમૃત ૨.૦ મિશન હેઠળ તમામ અર્બન લોકલ બોડી (શહેરી સત્તા મંડળ) અંતર્ગત આવતા ઘરોને નળથી પાણી આપવા, 31 અમૃત શહેરોમાં ઘરોને સુએજ/સેપ્ટેજ કનેક્શન આપવા, જળાશય અને કુવાઓનો જીર્ણોદ્ધાર ઉપરાંત વોટર સિક્યુરિટી, અર્બન પ્લાનિંગ અને માર્કેટ ફાઇનાન્સ મોબિલાઇઝેશન જેવા રિફોર્મ લાગુ કરવામાં આવશે.

સમગ્ર અમૃત ૨.૦ મિશન પેપરલેસ અને ડિજિટલ રહેશે. શહેરી સત્તામંડળો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા ઊભી કરવા માટે અમૃત સિટિઝનો પે જલ સર્વેક્ષણ કરવામાં આવશે. જળ સંરક્ષણ માટે જનઆંદોલન ઊભું કરાશે. અમૃત ૨.૦ મિશન અંતર્ગત વિવિધ કામો કરવા લોકલ અને ગ્લોબલ ઇનોવેટિવ ટેકનોલોજી ધરાવતા સ્ટાર્ટ અપ સાથે ભાગીદારી પણ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમૃત મિશન દ્વારા દેશના શહેરી વિકાસને નવી દિશા આપી છે. આ મિશન અંતર્ગત શહેરોમાં પાણી પુરવઠા, સુએજ વ્યવસ્થાપન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, બાગીચા-પાર્ક અને જાહેર પરિવહન ક્ષેત્રે વિકાસની નવી પરિપાટી ઘડાઇ છે.

ખાદીમાં ર૦ ટકા વળતરનો લાભ અપાશે-ખાદી ઊદ્યોગ સાથે જોડાયેલા૧ર હજારથી વધુ ગ્રામીણ લોકોને આર્થિક આધાર મળશે

પ્રવકતા મંત્રીઓએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રીના ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશનના મંત્રને સાકાર કરવા અને ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ પરિવારોની આર્થિક સ્થિતિને સક્ષમ બનાવવા ગુજરાતમાં આ વર્ષે ગાંધીજયંતિ 2 ઓકટોબરથી 3 ઓકટોબર દરમ્યાન 20 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય (રિબેટ) અપાશે.

તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ખાદી ઉત્પાદન અને પોલિવસ્ત્ર ઉત્પાદન સહિતની ખાદી કામગીરી સાથે જોડાયેલા અંદાજે 12 હજાર જેટલા કારીગરોને આના પરિણામે આર્થિક આવક વૃદ્ધિનો લાભ મળશે.

આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં સમગ્રતયા ઓકટોબર માસ દરમ્યાન ગુજરાતમાં સ્વચ્છતા સફાઇ, જનસુખાકારીના કામો અને અંત્યોદય, ગરીબના આર્થિક વિકાસ કામોને જનભાગીદારીથી પ્રેરિત કરીને રાજ્યવ્યાપી અભિયાનો હાથ ધરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું

Next Article