GANDHINAGAR : ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે જગદીશ ઠાકોર બિરાજમાન, કોંગ્રેસની સત્તાવાર જાહેરાત

|

Dec 03, 2021 | 1:26 PM

ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે.દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે.

GANDHINAGAR : ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે જગદીશ ઠાકોર બિરાજમાન, કોંગ્રેસની સત્તાવાર જાહેરાત
જગદીશ ઠાકોર, નવનિયુક્ત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ

Follow us on

ગુજરાત(Gujarat)કોંગ્રેસમાં(Congress)લાંબા સમયથી ગૂંચવાયેલું કોકડું આખરે ઉકેલાયું છે. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા(LOP)અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ( President)ના નામ નક્કી થઈ ગયા છે. જોકે, કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર નામની જાહેરાત આજે કરવામાં આવી છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક યોજાઇ હતી. જેમાં સર્વાનુમતે વિધાનસભા વિરોધ પક્ષના નેતાના નામની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છેકે ગુરુવારે મોડી રાત સુધીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે તેવું માનવામાં આવી રહ્યું હતું.

ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદનો અંત આવી રહ્યો છે. જેમા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.

ગુજરાત કોંગ્રેસના નવા સુકાની તરીકે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને કમાન સોંપવામાં આવી છે. જ્યારે વિરોધ પક્ષના નેતા પદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ જાહેર થયું છે. જેની પણ ટુંકસમયમાં જાહેરાત થશે. ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદ ચાલી રહ્યો હતો.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કોણ છે જગદીશ ઠાકોર?
ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે.દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.

વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની પણ જાહેરાત થશે 

ગુજરાતના વિપક્ષના નેતા તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની પંસદગી કરાઇ છે. અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા છે. જયારે વર્ષ 2012 અને 2017માં પાવીજેતપુર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા.પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જ્યંતિ રાઠવા સામે 4273 મતોથી હાર્યા હતા.

જોકે નામ જાહેર થતાં આ વિવાદનો અંત આવશે. રાજકીય પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો, વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઇકમાન્ડે હવે કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન સાથે ફેરફાર કરવાનો નિર્ધાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જૂથવાદને બાજુએ મુકી કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવી વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટેના નવા જ સમીકરણ ઉભા કર્યા છે. કોંગ્રેસ OBC અને આદિવાસી નેતાને સહારે આગામી ચૂંટણીરૂપી વૈતરણી તરવા માંગે છે.

Published On - 1:20 pm, Fri, 3 December 21

Next Article