ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગઢડા, લીંબડી, ડાંગ બેઠકની કરાઈ ચર્ચા, બેઠક દીઠ ત્રણ ઉમેદવારની કરાઈ ચર્ચા

|

Oct 06, 2020 | 1:27 PM

ગુજરાત વિઘાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારો નક્કી, કરવા ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. આ બેઠકમાં ગઢડા, લિંબડી અને ડાંગ બેઠકની ચર્ચા કરાઈ. ત્રણેય બેઠક માટે ત્રણ ત્રણ ઉમેદવારોના નામે રીવ્યુ લેવાયો છે. લિંબડી કોળી મતદારોની બહુમતી ધરાવતી લિંબડી બેઠક માટે પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણા ઉપરાંત, સુરેન્દ્રનગર ભાજપના ઉપપ્રમુખ વાઘજીભાઈ ચૌહાણ અને પૂર્વ સાંસદ […]

ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગઢડા, લીંબડી, ડાંગ બેઠકની કરાઈ ચર્ચા, બેઠક દીઠ ત્રણ ઉમેદવારની કરાઈ ચર્ચા

Follow us on

ગુજરાત વિઘાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારો નક્કી, કરવા ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. આ બેઠકમાં ગઢડા, લિંબડી અને ડાંગ બેઠકની ચર્ચા કરાઈ. ત્રણેય બેઠક માટે ત્રણ ત્રણ ઉમેદવારોના નામે રીવ્યુ લેવાયો છે.

લિંબડી
કોળી મતદારોની બહુમતી ધરાવતી લિંબડી બેઠક માટે પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણા ઉપરાંત, સુરેન્દ્રનગર ભાજપના ઉપપ્રમુખ વાઘજીભાઈ ચૌહાણ અને પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડના નામની ચર્ચા થઈ. મતવિસ્તારમાં કોળી મતદારોની બહુમતી જોતા ભાજપ આ બેઠક પરથી કોળી ઉમેદવાર તરીકે શંકર વેગડ અથવા વાંઘજી ચૌહાણને મેદાને ઉતારે તેવી સંભાવના છે.

ગઢડા
બોટાદ જિલ્લાની ગઢડા અનામત બેઠક માટે ભાજપે, પૂર્વ પ્રધાન આત્મારામ પરમાર અને પૂર્વ સાંસદ શંભુપ્રસાદ ટુંડીયાના નામની ચર્ચા કરવામાં આવી છે. જો કે સ્થાનિક કાર્યકર્તાઓની માંગ છે કે, જે કોઈ ઉમેદવાર આપો તે સ્થાનિક હોવા જોઈએ. આથી ભાજપ બન્ને ઉપરાંત સ્થાનિક કાર્યકર્તાના નામની પણ વિચારણા કરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ડાંગ
વિધાનસભાની ડાંગ બેઠક માટે વિજય પટેલ, બાબુ ચોર્યા અને દશરથ પોવારનું નામ ચર્ચાયુ હતું. 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે વિજય પટેલ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. જ્યારે બાબુ ચોર્યા હાલ જિલ્લાના પ્રમુખ છે. તો દશરત પોવાર ડાંગના સ્થાનિકોમાં સારુ વર્ચસ્વ ધરાવતા અગ્રણી કાર્યકર છે. જો કે ભાજપ દ્વારા આ બેઠક ઉપરથી મંગળ ગાવિતને ચૂંટણી મેદાનમાં ઉતારવા માટેનો વિકલ્પ વિચારી રહ્યુ છે.

આ પણ વાંચોઃ આજે મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક, પેટાચૂંટણી સહીત સરકાર અને સંગઠન બાબતે કરાશે ચર્ચા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article