ભાગેડુ vijay mallaya અને Nirav Modi અંગે નાણાં પ્રધાનનું રાજ્યસભામાં નિવેદન, વાંચો શું હતું ખાસ

|

Mar 19, 2021 | 8:00 AM

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે કહ્યું કે ભાગેડુ બિઝનેસમેન વિજ્યા માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી ભારત આવી રહ્યા છે અને તેમને અહીંના કાયદાનો સામનો કરવો પડશે. સરકાર બ્રિટનથી માલ્યા અને નીરવ મોદીના પ્રત્યાર્પણ અંગે કાર્યવાહી કરી રહી છે જ્યારે ચોક્સી એન્ટિગુઆમાં છે.

ભાગેડુ vijay mallaya  અને Nirav Modi અંગે નાણાં પ્રધાનનું રાજ્યસભામાં નિવેદન, વાંચો શું હતું ખાસ

Follow us on

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે કહ્યું કે ભાગેડુ બિઝનેસમેન વિજ્યા માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી ભારત આવી રહ્યા છે અને તેમને અહીંના કાયદાનો સામનો કરવો પડશે. સરકાર બ્રિટનથી માલ્યા અને નીરવ મોદીના પ્રત્યાર્પણ અંગે કાર્યવાહી કરી રહી છે જ્યારે ચોક્સી એન્ટિગુઆમાં છે. નીરવ મોદી અને ચોક્સી પર પંજાબ નેશનલ બેંકમાં 14,500 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. વિજય માલ્યા પર બેન્કોની 9,000 કરોડની લોન ડિફોલ્ટ હોવાનો આરોપ છે.

સીતારામને રાજ્યસભામાં વીમા સુધારણા બિલ અંગેની ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી કાયદોનો સામનો કરવા માટે ભારત પાછા આવી રહ્યા છે. માલ્યા માર્ચ 2016 થી યુકેમાં છે. બંધ પડેલી કિંગફિશર એરલાઇન્સના 9,000 કરોડ રૂપિયાના બેંક લોન ડિફોલ્ટ કેસમાં તે આરોપી છે.

નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે માર્ગ મોકળો
પીએનબી બેંક કૌભાંડમાં લંડન કોર્ટમાંથી ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણને ગયા મહિને મંજૂરી આપવામાં આવી હતી. આ માટે લંડનની કોર્ટે આદેશ જારી કર્યો હતો. નીરવ મોદી અને તેના મામા ચોકસી જાહેર ક્ષેત્રના પંજાબ નેશનલ બેંકમાં છેતરપિંડી કર્યા બાદ દેશ છોડીને ભાગી ગયા હતા. મોદી પર PNBમાં 2 અબજ ડોલર (આશરે 14,500 કરોડ રૂપિયા) ની છેતરપિંડીનો આરોપ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

રાજ્યસભામાં વીમામાં FDI વધારવા માટેનું બિલ
રાજ્યસભાએ વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણોની મર્યાદા વર્તમાન 49 ટકાથી વધારીને 74 ટકા કરવાના બિલને મંજૂરી આપી છે. વીમા (સુધારા) બિલ, 2021 પરની ચર્ચાના જવાબમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે વિદેશી રોકાણના આગમનથી દેશમાં વીમાના વ્યાપને વધારવામાં મદદ મળશે.

બિલ મુજબ બોર્ડમાં મોટાભાગના ડિરેક્ટર અને મુખ્ય મેનેજમેન્ટ વ્યક્તિ નિવાસી ભારતીય હશે. આમાંથી ઓછામાં ઓછા 50 ટકા ડિરેક્ટર સ્વતંત્ર ડિરેક્ટર છે. આ અગાઉ 2015 માં સરકારે વીમા ક્ષેત્રમાં FDIકેપ 26 ટકાથી વધારીને 49 ટકા કરી હતી.

Next Article