Elections 2021 : દેશમાં વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર રોકડ સહીત 1 હજાર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

|

Apr 16, 2021 | 7:39 PM

Elections 2021 : ચૂંટણીપંચે કહ્યું કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન અત્યાર સુધીમાં રોકડ સહીત 1 હજાર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

Elections 2021 : દેશમાં વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર રોકડ સહીત 1 હજાર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
FILE PHOTO

Follow us on

Elections 2021 : દેશમાં હાલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાંથી ચાર રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં ચાર તબક્કાની ચૂંટણી યોજાવાની બાકી છે. દેશમાં વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર ચૂંટણીપંચને મોટી સફળતા મળી છે. ચૂંટણીપંચે કહ્યું કે કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને તમિલનાડુમાં અત્યાર સુધીમાં કુલ 1 હજાર 1 કરોડ 44 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચૂંટણીપંચે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક હજાર કરોડથી વધુનો રોકડ સહીતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચૂંટણીપંચે કહ્યું કે કડકાઈ અને સતત દેખરેખના કારણે આ શક્ય બન્યું છે. આવો જાણીએ ગત ટર્મની વિધાનસભા ચૂંટણીમાં અને આ વર્ષની Elections 2021 વિધાનસભા ચૂંટણીમાં કેટલા નાણા અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે.

1) આસામ : 122 કરોડ 35 લાખ
Elections 2021 દરમિયાન આસામમાં કુલ 122 કરોડ 35 લાખની રોકડ અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 27 કરોડ 9 હજારની રોકડ, 41 કરોડ 97 લાખનો દારૂ, 34.41 કરોડનું ડ્રગ્સ, 15 કરોડ 18 લાખની કિંમતના ગિફ્ટ અને 3.69 કરોડની કિંમતી ધાતુઓ છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આસામમાં કુલ 16 કરોડ 58 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

2)પશ્ચિમ બંગાળ : 300 કરોડ
Elections 2021 દરમિયાન પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં કુલ 300 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 50 કરોડ 71 લાખની રોકડ, 30 કરોડ 11 લાખનો દારૂ, 118 કરોડ 83 લાખના ડ્રગ્સનો સમાવેશ થાય છે. બંગાળમાં ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કુલ 44 કરોડ 33 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

3) તમિલનાડુ : 446 કરોડ 28 લાખ
Elections 2021દરમિયાન તામિલનાડુમાં 446 કરોડ 28 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 236 કરોડ 69 લાખ રોકડા, 5 કરોડ 27 લાખનો દારૂ, 2 કરોડ 22 લાખના ડ્રગ્સનો સમાવેશ થાય છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કુલ 1 કરોડ 99 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

4)પોંડીચેરી : 36 કરોડ 95 લાખ
પોંડીચેરીમાં કુલ 36 કરોડ 95 લાખની રોકડ અને અન્ય વસ્તુઓ કબજે કરવામાં આવી છે. જેમાં 5 કરોડ 52 લાખની રોકડ, 70 લાખ દારૂ અને 25 લાખના ડ્રગ્સનો સમાવેશ થાય છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન 7 કરોડ 74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

5) કેરળ : 84 કરોડ 91 લાખ
ચૂંટણી દરમિયાન કેરળમાં કુલ 84 કરોડ 91 લાખ જપ્તી નોંધાઈ છે. તેમાંથી 22 કરોડ 88 લાખની રોકડ, 5 કરોડ 16 લાખનો દારૂ અને 4 કરોડ 6 લાખનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કેરળમાં કુલ 26 કરોડ 13 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

Published On - 7:39 pm, Fri, 16 April 21

Next Article