લોકસભાની ચૂંટણીના લીધે આ ધંધાની વિદેશોમાં પણ છે બોલબોલા, લોકો ખર્ચી રહ્યાં છે ભારત આવવા લાખો રુપિયા

|

Apr 10, 2019 | 11:09 AM

લોકસભાની ચૂંટણીને લઈને એક નવા જ ટુરિઝમના વ્યવસાયની બોલબાલા વધી ગયી છે. દેશ-વિદેશમાં આ ટુરિઝમને લઈને ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્પોર્ટસ ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ કે ફાર્મિંગ ટુરિઝમ વિશે તો તમે સાંભળ્યું જ હશે પણ જો તમને એમ કહેવામાં આવે કે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં ઈલેક્શન ટુરિઝમના ટુર પેકેજ દેશમાં ઉપલબ્ધ છે […]

લોકસભાની ચૂંટણીના લીધે આ ધંધાની વિદેશોમાં પણ છે બોલબોલા, લોકો ખર્ચી રહ્યાં છે ભારત આવવા લાખો રુપિયા

Follow us on

લોકસભાની ચૂંટણીને લઈને એક નવા જ ટુરિઝમના વ્યવસાયની બોલબાલા વધી ગયી છે. દેશ-વિદેશમાં આ ટુરિઝમને લઈને ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે.

સ્પોર્ટસ ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ કે ફાર્મિંગ ટુરિઝમ વિશે તો તમે સાંભળ્યું જ હશે પણ જો તમને એમ કહેવામાં આવે કે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં ઈલેક્શન ટુરિઝમના ટુર પેકેજ દેશમાં ઉપલબ્ધ છે તો તમને નવાઈ લાગશે! પણ આ વાત સાચી છે, ગુજરાતની એક ટુરિસ્ટ કંપનીએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીને લઈને વિવિધ ટુર પેકેજ બહાર પાડ્યા છે. જે હાલ ટ્રેડિંગમાં છે.

2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ ઈલેક્શન ટુરિઝમની શરુઆત કરેલી

વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 200 ટુરિસ્ટથી ઈલેક્શન ટુરીઝમની શરુઆત કરનાર ખાનગી ટૂર ઓપરેટર કંપની દ્વારા વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં વિવિધ ટુર પેકેજ બહાર પાડતા જ વિદેશી ટુરિસ્ટની ડિમાન્ડ ઈલેક્શન ટુરિઝમમાં વધી છે. લોકશાહીના સૌથી મોટા પર્વ વિશે માહિતી મેળવવા તેમજ ચૂંટણી પર રિસર્ચ કરવા માટે વિદેશી પર્યટકો મોટી સંખ્યામાં ભારત આવી રહ્યા છે. અત્યાર સુધી અલગ-અલગ દેશના 1600 જેટલાં ટુરીસ્ટોએ ઈલેક્શન ટુરીઝમ માટેના વિવિધ પેકેજો ખરીદી ચૂક્યા છે.

TV9 Gujarati

નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીની સભાઓમાં જવાની ખાસ ડિમાન્ડ

ટુરિઝમ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા પેકેજોને 4 અલગ-અલગ ઝોનમાં વહેચી દેવામાં આવ્યા છે. આ પેકેજમાં વિદેશી ટુરિસ્ટોને વિવિધ રાજકીય પાર્ટીની સભા , સરઘસ કે રેલીમાં લઈ જવામાં આવે છે. સાથે જ ચૂંટણી સમયે મતદારોને રિઝવવા માટે કેવા કેવા પ્રકારના પ્રયાસો કરાય છે તેનાથી અવગત કરવામાં આવે છે તો વિદેશી પર્યટકોમાં નરેન્દ્ર મોદી , રાહુલ ગાંધી , પ્રિયંકા ગાંધી જેવા નેતાઓની રેલીમાં જવાની ડિમાન્ડ વધુ જોવા મળી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
યુએસએ, દુબઈ , ચીન , જાપાન જેવા અનેક દેશોના ટુરીસ્ટ આ પેકેજનો લાભ લઈ ચૂક્યા છે. ચાલુ વર્ષે 1600 જેટલાં ટુરીસ્ટોએ ઈલેક્શન ટુરીઝમના વિવિધ પેકેજ ખરીદ્યા છે. વધુમાં 3500થી વધુ ટુરીસ્ટોએ  આવા પેકેજ વિશે માહિતી મેળવી છે. આમ ઈલેક્શન ટુરીઝમનો વઘતો વ્યાપ ટુરીઝમ ક્ષેત્ર માટે લાભદાયી નીવડશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:53 am, Wed, 10 April 19

Next Article