સચિન વાઝે કેસમાં શીર્ષસ્થ નેતાઓ પર ગાળિયો? ED એક્શનમાં, મની લોન્ડરિંગની થશે તપાસ

|

Mar 22, 2021 | 10:22 AM

એન્ટિલિયા કેસમાં પરમબિરસિંહના પત્ર બાદ ખળભળાટ મચી ગયો હતો. આ પત્રમાં અનીલ દેશમુખ પર વસુલીનો આરોપ મુકવામાં આવ્યો હતો જે અંતર્ગત હવે ED હરકતમાં આવ્યું છે.

સચિન વાઝે કેસમાં શીર્ષસ્થ નેતાઓ પર ગાળિયો? ED એક્શનમાં, મની લોન્ડરિંગની થશે તપાસ
એક્શનમાં ED

Follow us on

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દ્વારા સચિન વાઝેને દર મહિને 100 કરોડ રૂપિયાની વસુલીના લક્ષનો ઘટસ્ફોટ થયા બાદ હવે આ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી, પ્રવર્તમાન નિર્દેશક) સક્રિય થયું છે. ED ટૂંક સમયમાં એનઆઈએ પાસેથી તપાસની વિસ્તૃત વિગતો માંગવા જઈ રહી છે. જો પરમબીરસિંહના આઠ પાનાના પત્રમાં સત્ય મળી આવે તો ED મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી શકે છે.

EDએ કહ્યું- જો પરમબીરસિંહના આક્ષેપો સાચા હશે, તો મની લોન્ડરિંગનો કેસ કરવામાં આવશે

EDના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે જો પરમબીરસિંહના આક્ષેપોમાં સાચા છે, તો વાર્ષિક હજારો કરોડ રૂપિયાની મની લોન્ડરિંગનો કેસ કરવામાં આવશે. આ કેસના ઊંડાણમાં પહોંચવું જરૂરી છે. તેમણે કહ્યું કે ગેરકાયદેસર વસૂલાત દ્વારા બનાવેલી સંપત્તિઓને શોધી કાઢી તેને કબજે કરવાનું ઇડીનું કામ છે. આ સંપત્તિ ભલે સ્થાવર, રોકડ અથવા ક્રિપ્ટોકરન્સી જેવ ડિજિટલ સ્વરૂપમાં જ કેમ ના હોય.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સચિન વાઝેએ હજુ વાસ્તવિક હેતુ જાહેર નથી કર્યો

જોકે મુકેશ અંબાણીના ઘરની બહાર જીલેટીન લાકડીઓ સાથે સ્કોર્પિયો ઉભી કરવા પાછળનો વાસ્તવિક હેતુ હજી સચિન વાઝેએ જાહેર કર્યો નથી. પરંતુ ઇડીના વરિષ્ઠ અધિકારીઓ માને છે કે વાઝે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિને ડરાવીને તેને ખરાબ રીતે ફસાવવાનું ષડ્યંત્ર રચ્યું હતું, જેમાં તેઓ ખુદ ફસાઈ ગયા.

મુકેશ અંબાણીને ધમકાવીને વસુલી કરવી એકલા વાઝેનું કામ નહીં

દેખીતી રીતે મુકેશ અંબાણીને ધમકાવીને વસુલી કરવી તે માત્ર વાઝેનું કામ નથી. આમાં અન્ય ઘણા મોટા લોકો પણ આ ષડયંત્રમાં સામેલ હશે. જ્યાં વસૂલાતની રકમ પહોંચતી હતી. જે વિશે શંકા પરમવીરસિંહના પત્રમાં લગાયેલા આક્ષેપોથી થાય છે. સચિન વાઝેની મર્સિડીઝ કારમાંથી પાંચ લાખ રૂપિયાની રોકડ રકમ અને નોટ કાઉન્ટિંગ મશીનની મળી આવતા સ્પષ્ટ સંકેત આપે છે કે તેનો ઉપયોગ દરરોજ વસૂલાતી રકમની ગણતરી માટે કરવામાં આવ્યો હોવો જોઈએ.

ઇડીએ કહ્યું- સચિન વાઝેનો કેસ મની લોન્ડરિંગનો મામલો

EDના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સચિન વાઝેનો મામલો સીધો મની લોન્ડરિંગનો કેસ છે. અને તેની ચોક્કસ તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે એનઆઈએ તરફથી અત્યાર સુધીની તપાસની વિસ્તૃત વિગતો અને એફઆઈઆરની એક નકલ મળતાંની સાથે જ આ કેસ નોંધવામાં આવશે.

Next Article