PM નરેન્દ્ર મોદી બાયોપીક, નમો ટીવી બાદ હવે ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીના જીવન આધારિત વેબ સીરીઝના પ્રસારણને અટકાવવા આદેશ આપ્યો

|

Apr 20, 2019 | 11:43 AM

ચૂંટણી પંચ કોઈપણ માધ્યમ પર કોઈ વિશેષ પાર્ટીનો પ્રચાર ન થાય તેને લઈને પગલા લઈ રહ્યું છે. પીએમ મોદીની બાયોપીક, નમો ટીવી બાદ હવે ‘મોદી જર્ની ઓફ અ કોમન મેન’ વેબસીરીઝ પર પણ પંચે કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીના જીવન પર આધારીત વેબ સીરીઝ મોદી ‘જર્ની ઓફ અ કોમન મેન’ના પ્રસારણને અટકાવવાનો આદેશ […]

PM નરેન્દ્ર મોદી બાયોપીક, નમો ટીવી બાદ હવે ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીના જીવન આધારિત વેબ સીરીઝના પ્રસારણને અટકાવવા આદેશ આપ્યો

Follow us on

ચૂંટણી પંચ કોઈપણ માધ્યમ પર કોઈ વિશેષ પાર્ટીનો પ્રચાર ન થાય તેને લઈને પગલા લઈ રહ્યું છે. પીએમ મોદીની બાયોપીક, નમો ટીવી બાદ હવે ‘મોદી જર્ની ઓફ અ કોમન મેન’ વેબસીરીઝ પર પણ પંચે કાર્યવાહી કરી છે.

ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીના જીવન પર આધારીત વેબ સીરીઝ મોદી ‘જર્ની ઓફ અ કોમન મેન’ના પ્રસારણને અટકાવવાનો આદેશ આપ્યો છે અને બીજો આદેશ ન આવે ત્યાં સુધી વેબસાઈટ પર આ સીરીઝને લઈને બધું જ કન્ટેન્ટ હટાવી દેવા પણ આદેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે આ પહેલા પણ વડાપ્રધાન મોદી પર રીલીઝ થઈ રહેલી બાયોપીકને પણ અટકાવી દીધી હતી.

 

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ચૂંટણી પંચે નોટિસ ફટકારીને કહ્યું છે કે અમારું ધ્યાન દોરવામાં આવ્યું છે કે વેબ સીરીઝ ‘મોદી જર્ની ઓફ અ કોમન મેન’ જેના પાંચ એપિસોડ પણ તમારી સાઈટ પર ઉપલબ્ધ છે. તમને ઓનલાઈન સ્ટ્રીમીંગ બંધ કરવાનો અને બીજા આદેશ સુધી આ વેબ સીરીઝને લઈને બધી જ સામગ્રી હટાવી લેવાનો નિર્દેશ આપવામાં આવે છે.

આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા પર ઉઠ્યા સવાલો, રિટર્નિંગ ઓફિસરે માગ્યો જવાબ

 

આમ ચૂંટણી પંચે હવે ઓનલાઈન વેબ સીરીઝ પર લગામ કસી દીધી છે અને ઈરોઝ નાઉને નોટિસ પણ ફટકારી છે. સાથે હાલ જેટલી પણ સામગ્રી આ વેબ સીરીઝને લઈને ઓનલાઈન સાઈટ પર છે તેને પણ બીજા આદેશ સુધી હટાવી લેવાનો નિર્દેશ આપ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:42 am, Sat, 20 April 19

Next Article