“પીઝા બર્ગરની જો ડિલીવરી થઇ શકે, તો ઘરે ઘરે રેશન કેમ નહીં”, PM મોદીને CM કેજરીવાલે પૂછ્યા સવાલો

Gautam Prajapati

|

Updated on: Jun 06, 2021 | 2:16 PM

કેજરીવાલે કેન્દ્ર પર સવાલો ઉઠાવતા કહ્યું કે આ સંકટનો સમય છે, હાથ પકડીને મદદ કરવાનો સમય છે. જો આપણે આપસમાં લડશું, તો કોરોના સામે કેવી રીતે લડીશું?

પીઝા બર્ગરની જો ડિલીવરી થઇ શકે, તો ઘરે ઘરે રેશન કેમ નહીં, PM મોદીને CM કેજરીવાલે પૂછ્યા સવાલો
અરવિંદ કેજરીવાલ (File Image)

Follow us on

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજધાનીમાં ડોર-ટૂર ડોર રેશન આપવાની યોજના વિશે સવાલ પૂછ્યા છે. કેજરીવાલે કહ્યું કે જ્યારે પીઝા અને બર્ગરની દિલ્હીમાં ડિલીવરી કરી શકાય ત્યારે ડોર-ટુ-ડોર રેશન કેમ ના આપી શકાય?

કેજરીવાલે તાજેતરમાં યોજેલી ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી હતી. સાથે જ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યા હતા કે મહામારીના આ સમયમાં કેન્દ્ર સરકાર એ લોકો સાથે લડી રહી છે જે પોતાના છે. કેજરીવાલે કહ્યું કે બધી તૈયારીઓ થઇ ચુકી હતી, આગામી અઠવાડિયાથી ક્રાંતિકારી પગલું લેવાનું હતું અને અચાનક બે દિવસ પહેલા તેના પર રોક લગાવી દેવામાં આવી. આવું કેમ?

કેજરીવાલે આકરા સવાલો કરતા કહ્યું છે કે 75 વર્ષથી ફાઇલોમાં જનતાના નામે રેશન આપવામાં આવે છે, પરંતુ લોકોને મળતું નથી. ચોરી થાય છે. આ રેશન માફિયાઓનું કામ છે અને તેમના તાર ખુબ ઊંડા છે. મેં 17 વર્ષ પહેલા પણ રેશન માફિયા સામે અવાજ ઉઠાવ્યો હતો. આ જ કારણ હતું કે પછી અમારી ટીમ પર સાથ વાર ખતરનાક હુમલો કરવામાં આવ્યો હતો.

કેજરીવાલે એમ પણ કહ્યું કે “અમે કેન્દ્રના દરેક સૂચનો સ્વીકાર્યા હતા. આનાથી અન્ય રીતે મંજૂરી કેવી રીતે મેળવવી? જ્યારે બર્ગર, સ્માર્ટફોન અને કપડાં ઘરે ઘરે પહોંચાડી શકાય છે, તો પછી રેશન કેમ નહીં? લોકો પૂછે છે કે તમે આ યોજના કેમ નકારી દીધું? જો તમે રેશન માફિયાની સાથે ઉભા છો તો ગરીબોની સાથે કોણ ઉભું રહેશે? કોણ સાંભળશે 20 લાખ ગરીબ પરિવારોની વાતને? જ્યારે તમને કોર્ટમાં વાંધો ન હતો, તો હવે કોર્ટની બહાર વાંધો કેમ છે?”

આ દરમિયાન તેમણે વધુમાં કહ્યું – રેશન દુકાનો સુપર સ્પ્રેડર્સ છે. ત્યાં વધારે ભીડથી બચી શકાય છે. જો આપણને લોકોના ઘરોમાં રેશન પહોંચાડવું હોય તો મુશ્કેલી શું છે? કેન્દ્રના કેટલાક અધિકારીઓ કહી રહ્યા છે કે રેશન કેન્દ્રનું છે, તો પછી દિલ્હી સરકારને શા માટે ક્રેડીટ લઇ જાય? મારે સહેજ પણ ક્રેડિટ નથી જોઈતી. હું જાતે જ કહીશ કે આ યોજના મોદીજીની છે. આ રેશન ન તો આપનું છે કે ન ભાજપનું. તે દેશના લોકોનું છે.

કેજરીવાલે કહ્યું કે આ સંકટનો સમય છે, હાથ પકડીને મદદ કરવાનો સમય છે. તમે મમતા દીદી, ઝારખંડ સરકાર, લક્ષ્‍દીપના લોકો, મહારાષ્ટ્ર અને દિલ્હી સરકાર સાથે ખેડૂતો સાથે લડી રહ્યા છો. અમે બધા તમારા છીએ. જો આપણે આપસમાં લડશું, તો કોરોના સામે કેવી રીતે લડીશું?

જણાવી દઈએ કે શનિવારે દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્રએ રાષ્ટ્રીય રાજધાનીમાં 72 લાખ રેશનકાર્ડ ધારકોને લાભ મળે તે માટેની તેમની મહત્વાકાંક્ષી રાશન યોજના “બંધ” કરી દીધી અને આ પગલાંને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું હતું. જોકે કેન્દ્ર સરકારે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કેન્દ્ર સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે, દિલ્હી સરકાર ઇચ્છે તે રીતે રાશનનું વિતરણ કરી શકે છે અને તેણે દિલ્હી સરકારને આમ કરવાથી રોક્યું નથી.

આ પણ વાંચો: કામની ટીપ્સ: મોબાઇલમાં ધીમું થઈ જાય છે ઇન્ટરનેટ? તો ફટાફટ અપનાવો આ ઉપાય

આ પણ વાંચો: મેહુલ ચોક્સીને લેવા માટે ડોમિનિકા ગયેલી ભારતીય અધિકારીઓની ટીમ પરત ફરી, જાણો શું છે કારણ

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati