શું PM નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ડિસ્લેક્સિયા પીડિત કહ્યાં ? વિપક્ષે મોદીની મજાકને ગણાવ્યું રાહુલનું અપમાન અને મોદી પર સાધ્યું નિશાન

|

Mar 04, 2019 | 5:07 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ ઇંડિયા હૅકેથૉન કાર્યક્રમમાં યુવાનો સાથે વાત કરતાં ઇશારા-ઇશારામાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. TV9 Gujarati Web Stories View more વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો […]

શું PM નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ડિસ્લેક્સિયા પીડિત કહ્યાં ? વિપક્ષે મોદીની મજાકને ગણાવ્યું રાહુલનું અપમાન અને મોદી પર સાધ્યું નિશાન

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ ઇંડિયા હૅકેથૉન કાર્યક્રમમાં યુવાનો સાથે વાત કરતાં ઇશારા-ઇશારામાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું.

TV9 Gujarati

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

સ્માર્ટ ઇન્ડિયા હૅકેથૉન 2019 માટે યોજાયેલ કાર્યક્રમને વીડિયો કૉન્ફરન્સિંગ વડે સંબોધી રહેલા પીએમ નરેન્દ્ર મોદીને એક વિદ્યાર્થિનીએ માહિતી આપી કે આ કાર્યક્રમ ડિસ્લેક્સિયા પીડિત બાળકો માટે છે. આ બીમારીથી પીડાતા બાળકોને વાંચવા-લખવામાં મુશ્કેલી અનુભવાય છે. વિદ્યાર્થિનીએ મોદીને માહિતી આપી, ‘અમારી પાસે ડિસ્લેક્સિયા પીડિત બાળકો માટે એક આઇડિયા છે કે જે વાંચવા-લખવામાં બહુ મંદ હોય છે, પરંતુ તેમનું ક્રિએટિવિટી લેવલ સારું હોય છે. આપણે આ વસ્તુ તારે ઝમીં પર ફિલ્મમાં જોઈ ચુક્યા છીએ.’

વિદ્યાર્થિની જ્યારે આ માહિતી આપી રહી હતી, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ તેને અધવચ્ચે જ રોકતા સવાલ પૂછી નાખ્યો, ‘શું આ પ્રોગ્રામ 40-50 વર્ષના બાળક માટે પણ ફાયદાકારક થશે ?’ પીએમ મોદીએ આટલું કહેતા જ ત્યાં હાજર તમામ વિદ્યાર્થીઓ જોર-જોરથી હસવા લાગ્યા. તે વિદ્યાર્થિની પણ હસતા-હસતા જવાબ આપે છે, ‘હા’. પીએમ મોદી આગળ કહે છે, ‘એવા (ડિસ્લેક્સિયાથી પીડિત-વાંચવા-લખવામાં મુશ્કેલી અનુભવતા) બાળકોના માતાઓને પણ બહુ ખુશી થશે.’ પીએમ મોદીની આ વાત પર ફરીથી વિદ્યાર્થીઓ ખડખડાટ હસવા લાગ્યાં.

જોકે મોદીના આ નિવેદનને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. સીપીએમ નેતા સીતારામ યેચુરીએ ટ્વીટ કર્યું, ‘શરમજનક અને અવાંછિત. આપણી પાસે કેટલાક ડિસક્લેસિયા કે દિવ્યાંગ સંબંધીઓ, મિત્રો, બાળકો અને વાલીઓ છે. 70 વર્ષમાં પહેલી વાર પીએમ પદે કોઈ વ્યક્તિ એવી છે કે જે લાગણીવિહોણી છે. બહુ થયું મિસ્ટર મોદી. આ છે સંસ્કાર આપના ?’

તો આમ આદમી પાર્ટીના નેતા પ્રીતિ શર્મા મેનને પણ મોદીની ટીકા કરી. તેમણે ટ્વીટ કર્યું, ‘ભગવાન ! હવે વિચારીએ કે નરેન્દ્ર મોદી આનાથી નીચે નહીં જાય, ત્યારે તેમણે નમવાની ટેવ પાડવી જોઇએ. એક વાલી તરીકે હું ઇચ્છીશ કે મારા બાળકો સુલુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ કહેલી વાત ન સાંભળે કે જેમાં તેમણે રાહુલ ગાંધીનું અપમાન કર્યુ હતું.’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article