મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસ ભાજપના કાર્યાલય ખાતે પહોંચ્યા

|

Nov 24, 2019 | 10:41 AM

મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ અને NCPના નેતાઓ પોતાના ધારાસભ્યોને સુરક્ષિત રાખવા માટે દોડાદોડી કરી રહ્યા છે. તો બીજી તરફ મુખ્યપ્રધાનના શપથ લેનારા દેવેન્દ્ર ફડણવીસ પોતાની પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલ સહિત પાર્ટીના મોટા નેતા પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત દેવેન્દ્ર ફડણવીસ મીડિયા સામે આવ્યા છે. તેમણે […]

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસ ભાજપના કાર્યાલય ખાતે પહોંચ્યા

Follow us on

મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ અને NCPના નેતાઓ પોતાના ધારાસભ્યોને સુરક્ષિત રાખવા માટે દોડાદોડી કરી રહ્યા છે. તો બીજી તરફ મુખ્યપ્રધાનના શપથ લેનારા દેવેન્દ્ર ફડણવીસ પોતાની પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલ સહિત પાર્ટીના મોટા નેતા પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત દેવેન્દ્ર ફડણવીસ મીડિયા સામે આવ્યા છે. તેમણે પોતાના ટ્વીટર પર પણ મુખ્યપ્રધાન મહારાષ્ટ્ર લખ્યું છે.

આ પણ વાંચોઃ સુરતમાં અંબાવ ગામમાંથી 2 હજારની નકલી નોટનો જથ્થો અને સ્વામિનારાયણના સાધુની ધરપકડ

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

તો બીજી તરફ અજીત પવારને મનાવવાની કોશિશ NCPના નેતાઓ કરી રહ્યા છે. ધારાસભ્ય દળના નેતા જયંત પાટીલ બન્યા છે. અજીત પવારને હટાવીને NCP પ્રમુખ શરદ પવારે જયંત પાટીલને પદ આપ્યું છે. જે બાદ જયંત પાટીલ અજીત પવારની મુલાકાત કરવા પહોંચ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ તરફ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાના ધારાસભ્યોને મળવા માટે પહોંચ્યા હતા. તો સાથે ઉદ્ધવ ઠાકરે NCPના ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ મામલે વધુ સુનાવણી આવતીકાલ પર રાખી છે. ગઈકાલે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે શપથ લીધા હતા. જે બાદ કોંગ્રેસ, શિવસેના અને NCP સુપ્રીમ કોર્ટના દરબારમાં પહોંચી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article