દિલ્હીની હિંસામાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા વળતરની કરાઈ જાહેરાત

|

Feb 27, 2020 | 11:50 AM

દિલ્હીમાં હિંસા બાદ માલ-જાનના નુકસાન મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વળતરની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, હિંસામાં હિન્દુ મુસ્લિમ બંનેનું નુકસાન થયું છે. જે લોકો ઘાયલ થયા તેમની સારવાર મફતમાં થશે. ઈજાગ્રસ્તો માટે ફરિશ્તે યોજના લાગુ કરાશે. તો મૃતકોના પરિવારને 10-10 લાખનું વળતર અપાશે. સગીરના મોત પર પરિજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર અપાશે.   […]

દિલ્હીની હિંસામાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા વળતરની કરાઈ જાહેરાત

Follow us on

દિલ્હીમાં હિંસા બાદ માલ-જાનના નુકસાન મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વળતરની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, હિંસામાં હિન્દુ મુસ્લિમ બંનેનું નુકસાન થયું છે. જે લોકો ઘાયલ થયા તેમની સારવાર મફતમાં થશે. ઈજાગ્રસ્તો માટે ફરિશ્તે યોજના લાગુ કરાશે. તો મૃતકોના પરિવારને 10-10 લાખનું વળતર અપાશે. સગીરના મોત પર પરિજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર અપાશે.

 

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

આ પણ વાંચોઃ ‘બીમાર ગુજરાત’ સરકારે વિધાનસભામાં જાહેર કર્યા બિમારીના ચોંકાવનારા આંકડાઓ

સામાન્ય રીતે ઘાયલ થયેલા લોકોને 20 હજારનું વળતર અપાશે. જે લોકોની રિક્ષાને નુકસાન થયું તેમને રૂપિયા 25 હજાર અને ઈ-રિક્ષાના નુકસાન પર 50 હજારનું વળતર અપાશે. તો જે લાકોની દુકાન રાખ થઈ છે. તેમને 5 લાખનું વળતર અપાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે લોકોના પશુધનનું નુકસાન થયું તેમને પ્રતિ પશુ 5 હજારનું વળતર અપાશે. જે લોકોના ઓળખ પત્ર સળગી ગયા તેમને નવા દસ્તાવેજ બનાવી આપવામાં આવશે. આ માટે કેમ્પની વ્યવસ્થા કરાશે. સાથે પીડિતોને ફ્રીમાં ભોજન આપવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:46 am, Thu, 27 February 20

Next Article